________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
તેમની જ પ્રસાદીરૂપ ભજન ગાઈ આનંદ સાથે જ્ઞાન મેળવીએ અને તેમના ઉદેશાનુસાર વરતવા ઈચ્છીએ એજ સારામાં સારો મારગ છે. મહારાજશ્રી પોતાના આત્મામાં સદા આનંદથીજ રહેતા હતા જેથી તેમને તે કઈવલ્ય પદ શીવાય બીજી દશા હોયજ નહીં અને તેમના આત્માની વૃત્તીઓ પણ ઈશ્વર સાથે તાદાત્મ્ય હોઈ તેમને અમર આત્મા અમર ધામમાં ચાલ્યો ગયો અને શરીરજ કેવળ કાળધરમને પામ્યું છે. મહાજશ્રીને સર્વ ધર્મ પ્રત્યે સમદષ્ટિ જ હતી.
ભટશ્રી મણીલાલ ભોગીલાલ ભાઈએ જણાવ્યું કે મહારાજશ્રી સર્વને મેગ્યતાનુસાર ઉપદેશ આપતા તેમજ તેમને જાહેર ઉપદેશ સરળ અને સર્વમાન્ય હતું. તેમના સમાગમમાં આવેલ માણસને એમજ થાય કે આપણે ફરીથી સાગરજીને લાભ લઈએ તે જ ઠીક અને આચાર્યના સર્વ ગુણે તેમનામાં હતા.
છેવટમાં ભેગીલાલ મગનલાલે જણાવ્યું કે મહારાજશ્રી પોતે બાળકો તથા વૃદ્ધ મનુ સાથે પ્રેમથી વરતતા હતા, તેમને સાણંદ અને ગેધાવીપર ઘણેજ ઉપકાર છે. તેઓ સાચા સુધારક હતા, તેમ તેઓ ન્યાયને ઉચે અભ્યાસને કરીને પ્રવીણ બનેલા હતા. તેમના અવસાનથી એક પ્રભાવક આચાર્યની ખોટ પડેલા છે. બાદ વીસરજન થઈ હતી.
મુંબઈ સમાચાર.
સવ. જૈનાચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી.
મહેસાણામાં શક પ્રદર્શક ગંજાવર સભા. એક ખબરપત્રી લખી જણાવે છે કે આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીના સ્વર્ગગમનના શેકનીમીતે મહેસાણામાં જેઠ વદ ૧૧ ને બુધવારે સવારે આઠ વાગે શ્રી સંઘ તથા નાટ જજ સાહેબ તથા ગામના બીજ આગેવાને વીગેરેની હાજરીમાં જૈન ઉપાશ્રયમાં એક જાહેર સભા મળી હતી. એક ઉંચી પાટ ઉપર સદગત આચાથશીનું મોટું સુંદર ચિત્ર શેઠ ભાંખરીયા તરફથી મુકવામાં આવ્યું
For Private And Personal Use Only