________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ એક સ્મરણ”
હરિગીત. સુખકર અહિંસા સૂત્ર સાચું શિખવતા શાન્તિ ધરી, અજ્ઞાન વર ઉપદેશથી અજ્ઞાનિનું લેતા હરી. છલછલ ભરી જેના હૃદયમાં અજબ દુઃખહારી દયા, બુદ્ધિતણુ સાગર મહા બુદ્ધિ સુધા સિંચી ગયા, જૈનાવલંબી સહિત પાયો ધર્મને લીધે ચણી, શત આઠ મણુકાની બનાવી માળ શુભ પુસ્તક તણી. આત્માતણ ઓજસ્ થકી અજવાળી આલમ જૈનની, પાવન પરમત મહીં ચીરંજીવી જ ગયે ભળી. વકતા પ્રખર પંડિત અને મૂરતી મનહર ગની, જેના વિમળ ઉજવળ જીવનમાં ઝાંખી ના જૈ શેકની. સાક્ષર, સમાજ સુધારણામાં સરસ ફાળો દઈ ગયા, શ્રી બુદ્ધિસાગરસૂરિ પદવી પરમ એ દિપવી ગયા, નહિ હેષ જેને અન્ય ધર્મો પર હતે તલમાત્ર પણ,
ગિ છતાં, જેને ઘણું દિલમાં હતું વહાલું વતન. નિજ ધર્મના શુભ વિજ્યપંથે સુગમ સદ્ય હતા ગ્રહ્યા, ત્યાગી ગયા નિજ દેહ હૈયે અમર અવનિએ રહ્યા. ૐ ત્યાગ, કે કવિતા, સુપંડિતાઈથી કે પૂજશે, તવ સુખદુ એ સંભારણે હૈ, મધુર ગુંજન ગુંજશે, વિણ તણા દિવ્ય તારે આવજે રે છેડવા કે આજે જન ઉરમાં કે જ્ઞાન અમૃત રડવા.
ઉત્સાહી.
For Private And Personal Use Only