________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું અને મહારે ગુરૂદેવ ! मुरख अख्खर जे कवा ते सवि सुगुरु पसाय । वर्णमात्र जीणे शिखवीयु, ‘प्रणमु तेहना पाय ॥
શ્રી જીવન, મહારા ગુરૂદેવ ! એમને માટે શું લખું? અવકતવ્ય તે વકતવ્યમાં કેમ લવાય? ત્રેવીશ ત્રેવીસ વર્ષના અખંડ પરિચય ! વિસર્યા કેમ વિસરાય? આત્માનું ભાન તે એમણે કરાવ્યું.
જ્યાં લગે આત્મતત્વ ચિ નહિ ત્યાં લગે સાધના સર્વ જુઠીઃ ” એ સૂત્રને સાક્ષાત્કાર એમણેજ કરાવ્યા. ૧૯૫૮ ના માગશર સુદી ૧૦ ના રોજ પાદરામાંજ મને એ ભવ્ય ગીરાજનાં પ્રથમ દર્શન થયાં ને તેજ સમય મહાર સાચા જીવનની ઉષાને ! ક્રિયાઓમાંજ મુક્તિ માની બેઠેલાઓને સાચાં આત્મજ્ઞાન-ભેદજ્ઞાન, જડચેતનનાં ભાન અને ઉંડા ગૂઢ તત્વજ્ઞાનનાં દાન એમણેજ કર્યા ! હું તે એ જીવ્યા ત્યાં સુધી એમની પાછળ પડેલે. અમારા પાદરાના જીજ્ઞાસુ મંડળના ભાઈ માણેકભાઈ ભાઈલાલભાઈ, પ્રેમચંદભાઈ, મંગળભાઇ, છગનલાલ કારભારી આદિ સાથે ગણત્રીના દિવસો વિત્યે હું તે એમની છાયામાં દેડી જતો, ને તસદિલને એ કલ્પવૃક્ષ પાસે અપૂર્વ શાંતિ મળતી અને એમની કૃતિનાં મોટા ભાગનાં પુસ્તકનું પ્રકાશન મહારી દ્વારજ થયું અને થતું હોવાથી તે દ્વારા કેટલું બધું જ્ઞાન પમાયું :
દયાળુ ગુરૂદેવે વર્ગગમન પહેલાં આખરની તૈયારી પત્ર દ્વારા મને જણાવી. અને મોં સહકુટુંબ તેમની સેવાને લાભ, તેમને અંતિમ આમે પગ દેવને લાભ, અરે ! છેવટે તેમને છેલ્લું સ્નાન વિલેપન કરવા સુધીને અલભ્ય લાભ લીધો ને જે નજરે શ્રીમને ભક્તિભાવે વિપકાર કરતાં જોયેલા તે જ નજરે શ્રીમને ભસ્મીભુત થતાં પણ જોયા ! સંસારની તે એ રીત જ છે ને?
For Private And Personal Use Only