________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
શ્રી બુદ્ધિસાગરજી.
લેખક રા. કેશવકાન્ત દસાડીઆ. જૈન ધર્મના મસ્ત સંત કવિવર, ગિનિઝ ને અધ્યાત્મ યેગી મુનિવર, સારી જહાનમાં મશહુર થયેલા, શાસ્ત્ર વિશારદ શ્રી બુદ્ધિસાગરજી. અલમસ્ત ફકીર ને દેશભકત, સાહિત્યવીર ને સમાજ સેવક, આપણે બુદ્ધિને અમૂલ્ય ખજાને, પૂજ્ય, પવિત્રાત્મા શ્રી બુદ્ધિસાગરજી. એકસેઆઠ ગ્રંથના મહાન લેખક, પ્રસિદ્ધવકતા ને ઉપદેશક, ધર્માનુરાગી, ને અજબ ધૂનિ, નિસ્વાર્થ સાધુ શ્રી બુદ્ધિસાગરજી. દાન, શીયળ તપને ભાવનાની, દયા, ક્ષમા, સત્યને ભકિતની, મધુરી મીઠી પરિમલ પમરાવતા, મહાનું એલીયા શ્રી બુદ્ધિસાગરજી. ઐકયતા માટે તેઓ આત્મા અર્પતા, અહિંસા મંત્રની બાંગ પૂકારતા. હના સારી આલમમાં પડધા પાડતા, મહાન અવધુત શ્રી બુદ્ધિસાગરજી, “ ઉરની વિશાળતા ” ના બોધક, નૈષ્ઠિક બ્રહ્મચારી, ને અમેલા રત્ન, વંદના હારી એ સ્વર્ગમાં બિરાજતા, કવિ પયગંબર શ્રી બુદ્ધિસાગરજીને.
રા. કેશવકાંત દશાડીયા.
For Private And Personal Use Only