________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીતસાગરસૂરિ ઘણુ વિદ્વાન્ બાહોશ, ભાષાશ, વકતા, કવિ, લેખક, પંડિત, અને શાસ્ત્ર છે. તેમણે પણ સંખ્યાબંધ પુસ્તકે રચ્યાં છે. ગુરૂદેવ એ બાબતમાં સંતોષ પામી ગયા છે.
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ. આ મંડળ ગુરૂદેવે સ્થાપ્યા પછી અદ્યાપ સુધી આત્મજ્ઞાનનાં શ્રીમદ્દ તેમજ અન્ય પૂર્વાચાર્યોનાં પુસ્તક છપાવવા, તથા પ્રચાર કરવાના કાર્યને કરવામાં પૂર્ણ દત્તચિત્ત રહ્યું છે. મંડળ તરફથી શ્રીમદુના સ્વર્ગગમન નીમિત્તે
જીવંત સ્મારક શરૂ કર્યું છે. ને રા. મણિલાલ મોહનલાલ પાદરાકરે ભિન્નભિન્ન સ્થળે ફરી ફંડની એજના પ્રમાણે ગુજરાત ને દક્ષિણમાં ઠેઠ પુના સુધી ફરી લગભગ ૧૬૦૦૦ જેટલી રકમ ભેગી કરી છે. મંડળે શ્રીમદ્દના મહાગ્રંથ તે છપાવી પ્રકટ કર્યા છે ને અદ્યાપ તે કાર્ય પાદરા ખાતે ચાલુ છે.
મંડળની હેડ ઓફિસ મુંબઈ ખાતે છે ને ત્યાં એક કમીટી દ્વારા મંડળ હવે વધુ ઉત્સાહથી કાર્ય કરે છે. | મુવ પૂ૦ જેન વેવ બ્રડીંગ–અમદાવાદ ગુરૂશ્રીની સ્થાપેલ આ સંસ્થામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.
વડેદરા જૈન બડગ–-માં પણ ઉત્તમ કાર્ય ચાલે છે.
શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ પાલીતાણા–૧૦૦ બાળકો પુર આનંદથી વિદ્યાભ્યાસ કરી રહ્યા છે
શિવાય ઘણએ સંસ્થાઓ શ્રમની સ્થાપેલી ચાલી રહી છે. શ્રીમદના સમરણમાં ઘણે ઠેકાણે પાદુકાઓની પ્રતિષ્ઠાઓ થઈ છે. પેથાપુરમાં ગુરૂમંદિર તૈયાર કરવાનું કામ ચાલે છે. મહુડીમાં પણ સમાધિમંદિર તૈયાર થાય છે. અમદાવાદમાં શ્રી સુખસાગરજી મહારાજની પાદુકાની સાથેજ શ્રીમદની પાદુકાની પ્રતિષ્ઠા ૨૭ દિવસના મહાન ઉત્સવપૂર્વક થઈ છે. મેસાણામાં પણ દાદાસાહેબ શ્રી રવિસા ગરજી મહારાજની પાદુકાની સાથેજ શ્રીમદુની પાદુકાની પ્રતિષ્ઠા થઈ ચુકી છે. પ્રાંતીજમાં પણ પાદુકાની પ્રતિષ્ઠા થઈ છે. અન્ય સ્થળે પ્રતિષ્ઠાઓનાં કાર્યો ચાલુ જ છે.
For Private And Personal Use Only