________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪ કર્યું અને તે પછી તેમના જ્ઞાનતેજથી આકર્ષાઈ શ્રી સંઘે આચાર્ય પદ આપ્યું.
- જે આત્માને આમસ્મરણની લગની લાગી હોય તે ગચ્છ શિરામણી હેય કે આચાર્ય કહેવાય તે બધું તેને મન તે સરખું જ ગણાય. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી તે અધ્યાત્મમાં જ મચ્યા રહેતા. કેસરીયાજી તરફના વિહારમાં હોય કે મુંબઈમાં હાય, ગામડામાં વિચરતા હોય કે શહેરમાં રહ્યા હોય, પરંતુ જ્ઞાન અને લખવું-વાંચવું તે તેમના માટે નિત્યને ખાસ ખેરાક હતું. પ્રભુભજનની ધૂનમાં તેઓ મસ્તરામ કે ચીદાનંદનું સ્મરણ કરાવતા હતા. તેઓ કહેતા કે –
અમે ઉસ્તાદના ચેલા, ફકીરી વેશમાં ફરતા, નથી દુનિયા તણી પરવા, અલખની ધૂનમાં રહેતા.
રોમ રોમ પ્રદેશમાં રે, કાલેક સમા. ચૌદ બ્રહ્માંડ નાટક સહુ રે, પ્રીતિ પ્રદેશે સુહા.
આતમ અલખ લીલા મેં સવા.
તેઓ શત્રુજ્ય ચઢતા સરસ્વતિ ગુફામાં કલાકોના કલાકે કાઢી નાખતા, ઈડર કે આબુમાં અવધૂતની પેઠે ઉંડાણમાં છુપાઈ જતા અને શહેરના જીનાલમાં પણ જોયરૂં ભાળે તે ત્યાં કલાકે સુધી પ્રભુપ્રેમની મસ્તી જગાવતા.
તેમને જેન કે અજેન, હીંદુ કે મુસલમાન, સૌ સરખા હતા. અંત્યજની માની લીધેલી વાડે ટપીને પણ તેઓ પ્રેમ અને શાંતિને રસ રેલાવતા હતા, તેમનાં ભજનને રસ ધર્મ કે જાતજાતના આંતરા વિના સૌ કંઈ પી શકતા. ઢેડના બાળકને ધર્મના સંસ્કાર આપીને પાપના પુંજમાંથી બચાવી લેવામાં તેમને આનંદ થ; તેથી તેવા ત્યાજ્ય ગણુએલાં બાળકોને ભણાવવાને પણ તેઓ સંકેચાતા નહિ.
For Private And Personal Use Only