________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગયે. વીજાપુના ધર્મપ્રેમી શેઠ. નથુભાઈ મંછાચંદે આ બાળકનું તેજ જોઈ તેને પિતાને કરી લીધું અને મહેસાણામાં શ્રી યશોવિ જયજી જૈન પાઠશાળામાં આગળ અભ્યાસ વધારવા માટે દાખલ કરી દીધે. .
કહે છે કે બેચર પટેલ નાના હતા ત્યારથી તેમને કોઈ વ્યસન કે વિલાસ નહોતાં. માણસામાં એક ભાઈને ત્યાં ( શેઠ વીરચંદ કૃણુજીને ત્યાં, જમવાને નેતરવાથી નવી નવી રસવતીઓ કરી પીરસી. બેચરભાઈ આ સર્વે જુદી જુદી વાનીઓ એકઠી કરી ઉપર પાણીની અંજલી રેડી શીરાવી ગયા. જમાડનારે આમાં પટેલવૃત્તિ માની; પરંતુ અંતે પુછપરછ કરતાં ખુલાસો થયે કે આજે આવા વાદ ચાખું તો કાલે જીભ લાલચુડી બને”
આ નિર્લેપ બાળકના વેશવાળની માબાપે વાત કાઢી એટલે ત્યાંથી છુટી મહેસાણુ પાઠશાળામાં બેચરભાઈ અધ્યાપક તરીકે આવી રહ્યા અને સાગરગચ્છના શિરોમણી શ્રીમદ વીસાગરજી મહારાજને સમાગમ કરી ત્યાગના મૂળ ઉંડા નાખ્યાં.
સં. ૧૫૪ માં ગુરૂશ્રી સ્વર્ગ સંચર્યા તેને ઘા હજી રૂઝા નહોતો એટલામાં સં. ૧૯૫૬ માં તેમનાં માબાપ ટુંકે ગાળે ગુજરી ગયાં. એ બનાવે તેમની અનિત્ય ભાવનાને ખુબ વધારી દીધી. પછી તેમના પુણ્યપ્રસંગે સાચવીને સં. ૧૯૫૭ માં પાલણપુરમાં જઈ શ્રીમદ્ સુખસાગરજી મહારાજ પાસે માગશર સુદ ૧ ને દિને દીક્ષા લીધી.
- બેચર પટેલમાંથી બેચરભાઈ પંડીત અને પછી મુનિશ્રી બુદ્ધિસાગરને સ્થાને પહોંચેલા આ આત્માને જ્ઞાનદીપક હવે ઝળ હળવા લાગ્યોતેમણે પિતાને વિહાર સુરત તથા મુંબઈ સુધી અને ગુજરાત કાઠિયાવાડમાં કરવા સાથે અભ્યાસમાં આગળ વધી શાસવિશારદના વિરલ પદે પહોંચ્યા. અને સં. ૧૯૬૯માં ગુરૂના સ્વર્ગવાસ પછી તેમણે સાગરગચ્છના શિરામણ પદને અલંકૃત
For Private And Personal Use Only