________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
શ્રીમના સ્વર્ગગમન સંબંધે
વર્તમાન પત્રાના ઉતારા
જૈન તા. ૧૪-૬-૨૫ સ્વ૮ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી,
લગભગ ત્રણેક માસ ઉપર ગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજીની માંદગીએ ગંભીર રૂપ પકડયું હતું. સદભાગ્યે જાણે કે મહાતની સાથે લડીને પુનર્જીવન પામ્યા હોય તેમ ઉઠીને ઉભા થયા, તેમના ભકત, અનુયાયીઓ અને અનુરાગીઓના મહે ઉપર પ્રyલતા છવાઈ, પણ એ પ્રફુલ્લતા ઠગારી હતી અને નિષ્ફર કાળધર્મો જે આશા પ્રેરી હતી તે પાછી નિરાશામાં પરિણમાવવા અર્થે હતી. તેવી તે કલ્પના પણ ભાગ્યે જ કેદ કરી શકે ! આજે અમે જાણીને મર્માહત્ થયા છીએ કે સાહિત્યના મહારથી, કેગના અનન્ય ઉપાસક અને જૈન શાશનના સમર્થ આરાધક આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી વીજાપુરમાં ગયા મંગળવારે સવારના આ કર માંદગીના પરીશુમે દેવલોકમાં જઈ વસ્યા છે ? બુદ્ધિસાગરજી મહારાજ એટલેજ સાહિત્યની સરીતા, ગની પ્રેરણા અને નિરપેક્ષપણાને નિવાસ. શ્રી હેમચંદ્રાચાર્ય અને શ્રી હરિભદ્રસૂરિ સમા દૈવી શક્તિસંપન્ન પુર
ની દિગન્તગામી પ્રતિભા અને અખંડ બુદ્ધિગીરવ નિરખી આપણે ઘડીભર આશ્ચર્યમુગ્ધ થઈ જઈએ છીએ. પરંતુ આ હીણું ગણાતા કાળમાં શ્રી બુદ્ધિસાગરજી મહારાજે, એકનિષ્ઠા અને સાત્યતાથી જૈન સાહિત્યની જે સેવા કરી છે તે જેનસમાજના ઇતિહાસમાં ઉજ્વળ અક્ષરે આલેખાશે એ વિષે અમને લેશ માત્ર પણ શંકા નથી. પ્રેમાનંદ કવિએ ગુજરી ગિરાને બીજી સમોવડી ભાષામાં ગૌરવવંતી બનાવવાને અર્થે જે પણ કર્યું હતું અને એ પણ પાળવા જે ઉજાગરા વેઠયા હતા તેનું શ્રી બુદ્ધિસાગરજી મહારાજની સાહિત્ય પ્રવૃત્તિ જોતાં સ્મરણ થયા વિના રહેતું નથી. જૈનેતર
For Private And Personal Use Only