________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઠરાવ,
સુરત વડા ચોટા જૈન વિદ્યાથી આશ્રમની સભા સદૂગત આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીના અવસાન માટે હારદિક શેક જાહેર કરે છે અને મરહુમના આત્માને શાતી ઈચ્છે છે. એમના અવસાનથી જૈન સમાજને ભારે ખોટ ગઇ છે.
શ્રી પાર્શ્વન મંડળ
રાવપુરા, વડોદરા. સમસ્ત જૈનાચાર્યોમાં અગ્રગણ્ય ગનિષ્ટ ગુરૂ મહારાજ શ્રીમદ બુદ્ધિસાગરજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચાર અમારા મંડળને મળતાં અતિશય દીલગીર થયા છીએ. વડોદરા શહેરના સંઘ સાથે તેમને સહવાસ ઘણે હતા તેમજ અત્રેના ઉપાશ્રય ઉપર તેઓ શ્રીનું હૃદય ઘણું કૃપાવંત હતું. તેથી જ્યારે જ્યારે તેઓ અત્રે પધારતા ત્યારે મામાની પિળના ઉપાશ્રેયજ વિશેષ સ્થીરતા કરતા અને સઘળાને દર્શનને લાભ આપતા, તેથી જ અને તેઓની પ્રતીમા જાણે ખી હોય એમ લાગે છે. તેમની હાજરીમાં દરરોજ રાત દિવસ અત્રેના રહીશો તેમજ અન્યદર્શની વિદ્વાને અને તેઓ શ્રીનાં ભજને પ્રેમથી ગાનાર મંડળ આ ઉપાશ્રયમાં આવી અતિ ઉંલ્લાસથી તંબુરા વિગેરે સાહિત્ય સાથે ભજનની ધૂન મચાવતા. આવા તેમના પુન્ય સમાગમને લીધે જે કે તેઓશ્રીને અત્રે આવે વસે થઈ ગયા છતાં તેઓશ્રીની મુર્તિ અત્રે ખડી હોય તેમ લાગે છે. તેમના આત્માને શાન્તિ મળે.
- શા. મંગળદાસ તારાચંદ. પ્રમુખ શા. વાડીલાલ હીમનલાલ શા, ચીમનલાલ મનસુખરામ
સેક્રેટરી.
For Private And Personal Use Only