________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયે. આ પુણ્યદયના ગે લક્ષ્મીદેવી વિચાર કરે છે આ નિસ્પૃહ અને ધાર્મિક શેઠ આ શહેરમાં નથી. માટે આ શેઠના ઘરમાં કાયમ રહી ધાર્મિક કાર્યોમાં મદદગાર બનું. બીજે સ્થલે જવાની ઈચ્છા માંડીવાળી. સાતમા દિવસની રાત્રીમાં શેઠ નિશ્ચિત સૂતા છે ત્યાં આવીને પાછી કહેવા લાગી. હે શેઠ, તે તે સ્તુને બાંધી રાખી સાત ક્ષેત્રોમાં સઘળી લક્ષમીને સદ્વ્યય કર્યો તેથી બીજે સ્થલે જવાની ઈચ્છા નથી. તે કાયા-માયાને ઉતારી દાન-શીયળ તપભાવના વિગેરે સદાચારો દ્વારા જે પુણ્ય બાંધ્યું. આ મુજબ સદાચારોનું પાલન અને પિષણ કરનાર આ નગરમાં નથી. તેથી બીજે સ્થલે જઈશ નહિ. કાયા-માયા–કહેતાં પિતાની શરીરની મમતા તથા મિલ્કત પુત્ર પરિવારની મમતાને ત્યાગ કરનાર કોઈ વિરલ હોય છે. આ મુજબ દેવીનું વચન સાંભળી શેઠ ખુશી થયા. અને કહેવા લાગ્યા કે એક વાલની વીંટી પણ રાખી નથી તે તમે આવશે કેવી રીતે. દેવીએ કહ્યું, બાવાનું રૂપ ધારણ કરી તારા ઘરમાં આવીશ. તે વેળાએ તે બાવાને સાત કા લગાવજે. તરત તે સોનાને પુરૂષ બનશે. આ પ્રમાણે કહી દેવી અદૃશ્ય થયા. સવારમાં એક જટાધારી બાવો આવ્યો. તેને બોલાવી ઘરમાં લઈને સાત ધોકા લગાવ્યા કે તરત સેનાને પુરૂષ બન્યા. તે વખતે એક હજામ બાવાને સોનાને પુરૂષ થએલ છે આમ દેખી બાવાને બેલાવી ધેકા મારવા લાગે. પણ બા હતે બલવાન. તેથી હજામને ધોકા મારવા લાગે.
For Private And Personal Use Only