________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨પ
શેઠની માફક....
એક શહેરમાં ધાર્મિક અને સદ્ગુણ શેઠ-પુત્રપરિવાર વિગેરેથી સહિત હતા. જે પરિવાર હતું તે પણ સદાચારી અને ગુણાનુરાગી હતું. તેથી ધાર્મિક કાર્યોમાં તેને અનુકુલતા રીતસર રહેતી, અને જીવન આનંદપૂર્વક વ્યતીત થતું. ઘરમાં લક્ષ્મીની સારી રીતે મહેર હતી–તેથી વ્યાવહારિક કાર્યોમાં વિઘો આવતા નહિ. દાન–શીયલ-તપ-ભાવનામાં પ્રીતિ રાખી આનંદમાં મહાલતા. પરંતુ એક દિવસે લક્ષ્મી દેવી શેઠને કહેવા લાગી-અરે શેઠ તારા ઘરમાંથી હવે બીજે સ્થલે જવાની છું. કારણ કે તારૂ પુણ્ય ખતમ થવા આવ્યું છે. અમે તો પુણ્યોદયે કામ આપી શકીયે. શેઠ નિસ્પૃહ હતા તેથી ચિન્તા શેક સંતાપાદિક થયા નહિ અને કહ્યું કે હે દેવી તમે ક્યારે ગમન કરશો ? દેવીએ કહ્યું કે સાત દિવસ ગયા પછી. ભલે પધારશો, આ મુજબ કહી શેઠે પુત્ર પત્ની પરિવારને બોલાવી લહમીદેવીના જવાની બીને કહી અને કહ્યું કે આમ તે સાત દિવસ પછી ઘરમાં લક્ષ્મી રહેશે નહિ તે સાત દિવસમાં સઘળી મિલ્કત સાત ક્ષેત્રમાં વાપરીને પુણ્યબંધ શા માટે ન બાંધીયે ! પુણ્યબંધના યોગે લક્ષ્મી અન્યત્ર જશે નહિ. માટે તમારો વિચાર છે છે! પુત્ર પરિવારે કહ્યું કે સુખેથી સાત ક્ષેત્રોમાં વાપરે. લક્ષ્મી દાનાનુસારિણી હોય છે શેઠે શીયળ–તપ-સુંદર ભાવના સાથે સાત ક્ષેત્રોમાં સઘળી મિલ્કત વાપરી. એક વાલની વીંટી પણ રાખી નહિ તેથી પુણ્યબંધ થવા પૂર્વક તરત પુણ્યદય
For Private And Personal Use Only