________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હજામે માર ખાધે પણ માલ મળે નહિ. કયાંથી માલમળે? કાયા-માયાની મમતાનો ત્યાગ કરી નથી. અને માલ–સેનાને પુરૂષ જોઈએ છીએ તે ક્યાંથી પ્રાપ્ત થાય. શેઠે કાયા-માયાની મમતા ઉતારી અને મિલ્કતને સદ્વ્યય કર્યો ત્યારે જ ઘરમાં સોનાપુરૂષ રહ્યો અને હજામને સોનાના બદલે માર પડ્યો. માટે ગુરૂદેવ કહે છે કે કાયારૂપી બંગલાને અને માયારૂપી મમતાનો ત્યાગ કરી વ્યાવહારિક કાર્યો કરતાં પ્રભુને તથા આત્માને યાદ કરજો. તેમના ગુણોને ભૂલતા નહી. અને કાયામાયને કાયમ રહેવાની ભ્રમણમાં પડશે નહિ. કારણકે ઉચાળે અણધાર્યો ભરવો પડશે અને તે કાયા અને માયા દગો દઈ અહિં જ પડી રહેશે. સાથે આવશે નહિ. માટે ચેતી લે? દુનીયામાં પ્રસિદ્ધ થએલ. પાંડે અને કૌર, આયુષ્યપૂર્ણ થયા પછી સાથે કોઈપણ લઈ ગયા નથી. તે તમે ક્યાંથી લઈ જશે. પડી રહેવાની વસ્તુઓ માટે ક્યો માણસ તેમાં વિશ્વાસ ધારણ કરવા પૂર્વક આસક્ત બને? કારણ કે સમજુ શાણાઓ તે તે વસ્તુઓને વ્યાવહારિક કાર્યોમાં કાંઈક સહકાર આપનાર માને છે પણ સાધ્ય માનતા નથી તેથી તેમાં મુગ્ધ બનતા નથી પણ તે કાયામાયાની મદદ લઈ આત્મવિકાસ સાધી આગળ વધતા રહે છે માટે શાણા સમજુ થઈને આળસ પ્રમાદને ત્યાગ કરી શ્રી બુદ્ધિસાગરસૂરિજીનો ઉપદેશ માની શ્રી બુદ્ધિજ્ઞાનના સાગર–અનંત જ્ઞાનના ધારણ કરનાર એવી જીનેશ્વરની આજ્ઞાને માથે ઉઠાવી હાડે હાડ-માંસે માંસે પરીણામ પમાડ
For Private And Personal Use Only