________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને કાયબલ તથા શ્વાસોશ્વાસ તેમજ આયુષ્ય, આ મુજબ દશપ્રાણે અને છ પર્યાયિઓ મળી. તે ઘણી યાતનાઓસંકટ, અસહ્ય વેદનાઓ ભેગવી-સહન કરી ત્યારે મળી છે. દશપ્રાણો અને પર્યાસિઓ પશુપંખીઓને પણ હોય છે અને મનુષ્યને પણ હોય છે. પરંતુ પશુપંખીઓને આ સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે પણ તેનો ઉપયોગ આહાર સંજ્ઞા-ભયસંજ્ઞા-મિથુન અને પરિગ્રહ સંજ્ઞામાં થતું હોવાથી પ્રાયઃ તેઓ આત્મિકોન્નતિ કરવા અશક્ત બને છે. એટલે માનસિક વિચારણા-આ સંજ્ઞા પૂરતી હોય છે. પાંચ ઇન્દ્રિય અને માનસિક વૃત્તિઓને કબજે કેમ કરવી તેનો ખ્યાલ હોતો નથી. પણ મનુષ્યને વિચારણુ-વિવેકશક્તિ હોવાથી મળેલ સાધનસામગ્રીનો સદુપગ કરી ધારે તે આત્મિક વિકાસ સાધવા સમર્થ બને. પરંતુ કાયામાયામાં જ આસક્ત બની કાયામાં બીરાજમાન અનંતજ્ઞાન-દર્શન–વિગેરે ગુણોને ધારણ કરનાર આત્માને ઓળખે નહી-બહુમાન કરે નહી તે પશુપંખીની માફક ગણાય, તેથી ગુરૂદેવ ફરમાવે છે. ચેતન ચેતે કઈ નહિ દુનિયામાં તારૂ, મિથ્યા માને છે મારૂ મારૂ રે, મિથ્યા શા માટે કહે છે તે સમજે, દેવદુર્લભ મનુષ્યભવમાં કલ્પવૃક્ષ-કામધેનુ-ચિન્તામણિ કરતાં અચિન્ય લાભ આપનાર–મેક્ષ નગરીમાં પહોંચાડનાર આ કાયા તને મળી છે. તે કાયાને, માયામાં મિથ્યા વેડફી નાંખ નહિ. તેમાં વિષય કષાયના વિકારોને ભર નહિ પરંતુ તે કાયા, માયાને સાધન તરીકે માની ધર્મધ્યાનમાં જોડ, તેથી કાયા
For Private And Personal Use Only