________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫.
સત્કારાદિ સન્માન વિગેરે સહિત પ્રીતિ ભક્તિકર–તને મતિ બુદ્ધિ-વિજ્ઞાન પ્રાપ્ત થએલ છે. છતાં વૃથા સુખ માટે ક્યાં બાથડીઆ ભરે છે. આથડતા અગર અન્યત્ર પરિભ્રમણ કરતાં સંસાર દુઃખમય-દુઃખજનક અને દુઃખ પરંપરાવાળો બનશે. માટે પ્રથમ સમજી બુદ્ધિસાગર–પરમાત્મા સાથે પ્રીતિ ભક્તિ કરીને તેમના ગુણોને ગ્રહણ કરે. તેથી આ જગતમાં કઈ પણ પદાર્થ તમેન નડશે નહી. મોક્ષમાર્ગ–સુગમ-સરસ સરલ બનશે. માટે પ્રથમ પરમાત્માનું પૂજન કરી તેમના ગુણેને કાયમ ગ્રહણ કરવા, કે જેથી આત્માની ઓળખાણ થાય. એાળખાણ થયા પછી આત્મિક શક્તિનું-જ્ઞાનનું ભાન થાય, અને બહુ આદરમાન વધે અને રાગ-દ્વેષ મહાદિકના વિકારો તફાનો સ્વયમેવ શમી જાય. આ મુજબ ફરમાવતાં
ગુરૂ કહે છે કે, અરે ભાગ્યશાલીઓ, સર્વશક્તિ-જ્ઞાન વિગેરે સગુણ તમારામાં સત્તામાં રહેલા છે પણ અહંકારમમતાજન્ય રાગ-દ્વેષાદિ કે દબાવી દીધા છે, તેથી સત્ય સુખની ઝાંખી પણ થતી નથી. તે દબાણ દૂર કરવામાં આવે તે જ અનંત સુખના સ્વામી બનશે. કોઈ પ્રકારની વિડંબના રહેશે નહિં. ઉદ્યમ કર્યા સિવાય આત્મવિકાસ
ક્યાંથી સધાશે? ઉદ્યમ-સાહસ પરાક્રમાદિ કરે છે તે તે તમારે સંસાર વધારનાર બન્યું અને બનશે માટે અધુના એ ઉદ્યમ-સાહસ-પરાક્રમ કરે કે અહંકાર-મમતા જન્યરાગદ્વેષ ટળે અને સમત્વને આવવાનો અવકાશ મળે. પરંતુ જ્યારે પુણ્યદયે સાધન સંપન્ન બનતાં–શ્રીમંત બનતાં
For Private And Personal Use Only