________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંગતિ કરવાની જરૂર છે કે જેથી હૃદયદાહ–ચિન્તાઓ નષ્ટ પામે અને દુર્ગતિમાં રખડપટ્ટી બંધ થાય. સદ્દગુરૂ સિવાય જગતમાં સન્માર્ગ દેખાડનાર કેણ છે? કઈ નથી કારણ કે સગાંવહાલાં પિતાને સ્વાર્થ સાધવા પૂરતે નેહ રાખે છે, અને સ્વાર્થ પૂરવામાં મોક્ષમાર્ગ–સન્માર્ગનું દર્શન હિતુ નથી. સ્વાર્થના ત્યાગમાં સન્માર્ગનું દર્શન હેય છે તેથી સદ્ગુરૂ કહે છે કે, માયા મમતામાં મુગ્ધ બનેલ સ્વજન વર્ગ તને મોક્ષ માર્ગ દેખાડશે નહિ. દેખાડશે તે સદગુરૂ. માટે તેમને સદુપદેશ શ્રવણ કરવા પૂર્વક શ્રદ્ધાને ધારણ કરવા પૂર્વક આત્મહિત સાધવા માટે પ્રયાસ કરે. જગતમાં આપણે જોઈએ છીએ કે, વિવિધ વેપાર કરીને જે શ્રીમંતેએ લાખે કરેડની કમાણી કરીને મોટા મહેલો બંધાવ્યા છે. તેજ મહેલો વખત વ્યતીત થતાં જમીનદસ્ત થતાં અને થએલા દેખાય છે અને જે મહેલે ઉપર બત તથા ઘડીઆળ વાગી રહેલ હોય છે, ગડગડી રહેલ હોય છે તે સ્થળે કાગડાઓ તથા ગીધના યુથ કોલાહલ કરી રહેલા હોય છે. પ્રજાસત્તાક. લોકશાહી રાજ્યની સત્તા આવતાં કંઈક મહારાજાઓના મહેલો જમીનદોસ્ત થયા અને તે જગ્યાએ સંડાસ જેવી સ્થિતિ થઈ. કાગડા-કુતરા-ગેધાદિ પ્રાણીઓ, આથડવા લાગ્યા. તે નજરે દેખાય છે માટે તે મહેટા મહેલોની મમતાને ત્યાગ કરી સન્માર્ગે વળવું હિતકર અને કલ્યાણકર છે.
કેઈ કહે છે કે, ભલે મહેલ-મકાને નષ્ટ થયા પણ
For Private And Personal Use Only