________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી લગ્ન કર્યું. ચંડપ્રદ્યોતને ઘડેલો ઘાટ વૃથા . આ પ્રમાણે મહાન નૃપના ઘડેલા ઘાટ નકામા થાય છે તે અરે ભાઈઓ તમારા ઘડેલા ઘાટ સફલ થશે? હરગીઝ થશે નહી. લાંચ લેવાની ભાવનાવાળાઓ તથા અન્ય જાને છેતરવાની ઇચ્છાવાળાઓ પણ અનેક ઘાટ ઘડવામાં બાકી રાખતા નથી પરંતુ તે ઈચ્છાઓ ભાવનાઓ સફલ થવી પુણ્યાધીન છે પુર્યોદય હેય તે જ તે ઘડેલા ઘાટ સફલ બને છે. પણ તે સફલતામાં પુણ્યનો ક્ષય છે. તે તેઓને માલુમ પડતું નથી, પુણ્ય ખતમ થયે તે ઘડેલા ઘાટ ઘડનારની બરાબર ખબર લે છે તેને હેરાન-પરેશાન કરે છે કદાચિત્ આ ભવમાં હેરાન કરે નહી પણ તેની ભયંકરતા છૂપી રહેલી છે તે ગુપ્ત રહેલી ભયંકરતા અન્ય ભવમાં હાજર થાય છે આમ સમજી સંસાર સંબંધી સર્વ ઘાટને ત્યાગ કરી કરેલા દુષ્ટ કર્મોને ટાળવા માટે ઘાટ ઘડવા તે શ્રેયસ્કર છે અન્યથા તે દુન્યવી ઘાટ, માયા મમતામાં મસ્તાન બનાવશે અને તેમાં મસ્તાન બની અકાર્ય કરી બેસીશ. ન બોલવાનું બોલીશ, તેથી મને ચીકણ બંધ થશે અને તેને ઉદય થતાં દુર્ગતિમાં રખડવું પડશે ત્યાં પરાધીનતા–સુધાતૃષા તાપ શક-સંતાપાદિકની વિડંબના પાર વિનાની હાજર થશે માટે આવી વિડંબના ભોગવવાનો વખત આવે નહિ તે માટે પ્રથમથી જ ચેતી જા અને ચેતીને સદ્ગુરૂ સંયમી આત્મજ્ઞાનીની સોબત કરી તેમની વાણુનું પાન કરીને સન્માર્ગે—સંયમના માર્ગે ગુમાનનો ત્યાગ કરવા પૂર્વક ગમન
For Private And Personal Use Only