________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામગ્રી વિફલ બનતી જાય છે. આમ સમજી તમારૂ શરણ અને તમારી આજ્ઞાના પ્રેમથી અને બલથી તે મેહપ્રમાદને હઠાવવા વ્રતોને ધારણ કર્યા, પણ તે રીતસર પાળી શકાતા નથી, જો કે શાસ્ત્ર આગમાદિકને અભ્યાસ કરેલ છે છતાં અનાદિકાલને અભ્યાસ હેવાથી તે મેહ અને પ્રમાદ વિગેરે લાગ મળતા દગ દે છે એટલું જ નહી પણ અવળા પાટા બંધાવી, ધમધનને હરી લઈ ઉન્માર્ગે ધકેલી દે છે. તેથી દુન્યવી ડહાપણના દરિયામાં બૂડી–ડુલી જે સંવરની આરાધના કરવાની હતી તેમાં તાળું વાચ્યું. એટલે જ્ઞાનનું ફલ વિરતિ, અને વિરતિનું ફલ સંવર મળવું જોઈએ તે મળ્યું નહી– આશ્રવ આવતો રહ્યો. આશ્રવને આવતા જાણી તેને હઠાવનાર તમારૂ શરણ લીધું-તથા દુનિયાદારી-દુન્યવી વ્યાવહારિક કાર્યોમાં ઘણો રસ લીધેલ હોવાથી તે દુનિયાદારી કેમેય ટળતી નથી. પરાણે આવીને વળગે છે તેથી જ પાપે કાયા વિષાય છે. તે પાપ ખસતા નથી. આમ પાપ-અપરાધે વડે દગા પ્રપંચે કરાય છે. જો કે માઠા લાગે છે. છતાં તેઓને ખસેડવાની તાકાતના અભાવે ખસેડી શકાતા નથી. માટે હે દીનાનાથ સાચા દયાળુ એવી શક્તિ આપે કે તે પાપ ખસે. અને જે દોષ લાગ્યા છે. ભૂલે થએલી છે. તેના ચગે દેશી બને છું તે નિર્દોષી બનું. નિર્મલ થઈ તમારી સેવાઆજ્ઞામાં પરાયણ થાઉં. જગતના સર્વે સંગે સાચા નથી, વિનશ્વર છે. આમ તમારૂ શરણ લીધાથી હવે પણ સાચી સમજણ આવી અએવ તેના ગે હે પ્રભ?
For Private And Personal Use Only