________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬પ૭
રિક શક્તિ સંપન્ન હો તે, વ્રત, નિયમાદિને ધારણ કરજે. અને વિદ્વતા હોય તે, વાણી દ્વારા હિત, મિત અને પથ્ય વચને બેલી પ્રિય બનજે. અને પપકાર કરીને સીદાતા, નિરાધારને ઉદ્ધાર કરી ધર્મમાં જોડાશે. બંગલા મળ્યા છે તે મેજમજા, વિષયાદિ સુખ માટે મળ્યા નથી. પણ સ્વપરને સહારા આપવા માટે મલ્યા છે. બલ, બુદ્ધિ મલી છે. તે, અને પીડાઓ ઉત્પન્ન કરવા પ્રાપ્ત થઈ નથી. પણ સ્વપરનું રક્ષણ કરવા મળી છે. જે સંપત્તિ, સાહ્યબી વૈભવાદિક પ્રાપ્ત થએલ છે તેમાં આસક્ત બનવા ખાતર તે વસ્તુ મળી નથી. પરંતુ ધર્મની આરાધના કરવા માટે તે વસ્તુઓ આવી મલી છે. તથા પરોપકારને લ્હાવે લેવા માટે મળી છે. સંક્ષેપમાં કહીએ તે તે સર્વ બાબતમાં અનુકલતા મલી છે, તેના યોગે, અન્યોને અનુકલતા કરી આપવામાં કટીબદ્ધ બનશે. સુષ કિ બહુના.
૪૨
For Private And Personal Use Only