________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેને, પાપને દુર કરવા પ્રયાસ કરે. અગર ભાવના રાખે કે, ક્યારે આ પાપ દુર ટળશે. દરરોજ પ્રભુપૂજા કરી પ્રભુના ગુણને ગ્રહણ કરી ગુણવાન બનતા રહે. અને દરેક પદાર્થોમાંથી ગુણેને ગ્રહણ કરવાનું ચૂકે નહિ. દરરોજ ધર્મક્રિયામાં ગુલતાન, મગ્ન રહે. પરંતુ ધાર્મિક ક્રિયાઓ કરી રહ્યા પછી નિન્દા, નિદ્રા, ચાડી, ચુગલી, લવરી કરે નહિ. કારણ કે, તેનાથી જે ધાર્મિક ક્રિયાઓ કરેલી હોય છે તે ફલવતી બનતી નથી. એટલે તેના ફલને નિન્દા, વિકથા વિગેરે નષ્ટ કરે છે. અને તેથી અપ્રામાણિક બની હાંસીપાત્ર
બનાય. માટે સાવધાન બની કાર્યો કરવા. જેથી પુણ્યબંધ ટળે નહિ. સત્ય સુખશાતાને પ્રાપ્ત કરવા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. તેમાં આશાતનાના કારણે મળી રહે તે સુખશાતા ક્યાંથી પ્રાપ્ત થાય? માટે પ્રિય હિતકર અને પષ્યવાણને શ્રાવક વધે. કટુક વચનેની કડવાશ કેમેય કરીને ખસતી નથી. તેણીને, વાણીને બેલતા ઘણો વિચાર કરવો કે, જેને બેલવાથી વૈરવિરોધાદિ થાય નહિ. અને સંપ, સંપત્તિ, શક્તિનું રક્ષણ થાય. તથા નિન્દા તે અતિ ખરાબ છે. તેનાથી પાપ જ બંધાય છે. કરેલ પરોપકારાદિના બદલે અપકાર, કડવાશ થાય. એક કવિ કહે છે કે, માતા નાના દીકરાનું મેલું ઠીબડા વડે દુર કરે પણ નિન્દા કરનાર તે મોટા અને છેટાનું જીભ વડે દુર કરે છે. એટલે તેમની જીભ ખરાબ બની દુધવાળી બને છે. સોપારી, પાન, તથા સ્વાદિષ્ટ ભેજન ખાવામાં આવે છે, પણ તે દુર્ગધ
For Private And Personal Use Only