________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬પ૩
પ્રમાદમાં ઝીલે. આવા શ્રાવક, પ્રભાવક કહેવાય. એટલે સ્વપરને ઉદ્ધાર કરી જૈનશાસનને પ્રભાવ સર્વત્ર ફેલાવે.. તેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. માટે સ્વપરને ઉદ્ધાર કરવા પાછા હઠવું નહિ. તથા સમ્યગજ્ઞાનપૂર્વક વ્રતનું પાલન કરતે તે પ્રભાવક શ્રાવક, મુનિ ધર્મને પાલવાની ઈચ્છા દરરોજ રાખે. ગૃહસ્થપણાને દુઃખમય, દુઃખજનક, અને દુઃખ પરંપરા રૂપ માનતે, તથા કારાગ્રહ તરીકે જાણો, તેમાંથી કદા મુક્ત બનું! આ મુજબ વિચારણા કરવાપૂર્વક લાગ મળતાં તેમાંથી ખસી જાય. પછી સંયમની રીતસર આરાધના કરી આત્મતત્વજ્ઞાની બને. તથા સાંસારિક સંબંધમાં ફસાય નહિ. પાણીમાં પંકજની માફક નિર્લેપ રહે. પરિષહ, ઉપસર્ગો આવે ત્યારે ધીરજ રાખી તેને સહન કરી, આત્મધ્યાનમાં સ્થિરતા રાખે. પરંતુ ભયભીત બને નહિ. જીભ, છ રસને સ્વાદ લે છે છતાં નિર્લેપ રહે. છે. તે મુજબ વ્યવહારના કાર્યો કરતાં તેમાં લેપાયમાન થાય નહિ. ન્યાયસંપન્ન વિભવવાનું બની, શિષ્ટાચારનું પાલન કરવા પૂર્વક, પાપભીરુતા તથા ભવભરૂતા દિલમાંથી દુર ખસેડે નહિ. તથા સશુરૂ પાસે જઈ ખમાસમણ દઈ તેમના ઉપદેશ વાણીરૂપી પાણીમાં સદા ઝીલી નિર્મલ બને. પાંચ ઈન્દ્રિયે અને માનસિક વૃત્તિઓને કન્જામાં કરી, આત્મતત્વનું નિરીક્ષણ કરે. તથા. દશ મનના, દશ વચનના, અને બાર કાયાના જે બત્રીશ દે છે. તેઓને તપાસવા દરરેજ સામાયિક કરે. અગર પ્રતિક્રમણ કરી થએલા
For Private And Personal Use Only