________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
દેવની આજ્ઞાપૂર્વક, સેવા, ભક્તિ, પૂજા, ભાવના કરીશ તેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે. અને ચિન્તા, વ્યાધિ દુર થશે. અને આત્મજ્ઞાન, ધ્યાન કરવાથી બીજીવાર આવીને તે બહુ દુઃખ આપશે નહિ. વ્યાધિ આવશે ખરી પણ તેનું જોર ચાલશે નહિ. આ મુજબ સાંભળી જીનેશ્વરને પિતાના નાથ બનાવી, વ્યવહારના કાર્યો કરવાથી ચિન્તા અને વ્યાધિ ટળી ગઈ. અને ન્યાય, પ્રમાણિક્તા પૂર્વક વર્તન રાખવાથી સુખી થયે. આ મુજબ શ્રાવક, સંસારમાં ધ કરતાં નીતિને ત્યાગ કરે નહિ. અને તે ઘરસૂત્ર ચલાવે તથા અણઘડ આત્માને ઘાટ ઘડવા ગુરૂ પાસે જઈને વ્રત, નિયમ, પ્રત્યાખ્યાન કરી આત્માના ગુણને અજવાળે. નિર્મલ કરે. આ મુજબ વર્તન કરવાથી મેહમસ્તકે કુઠાર પડે છે. તેથી તે મેહ ભાગને જાય છે. લીધેલા વ્રતમાં, નિયમમાં વિદને આવે તે હિંમત હારે નહિ. પરંતુ આત્મબલથી હઠાવી તેનું રીતસર પાલન કરે, તથા સ્વપરનો ઉદ્ધાર કરવા માટે સાધમિક બંધુઓને શક્ય તેટલે સહકાર આપે. એટલે સીદાતાના સંકટમાં ભક્તિભાવથી તન, મન, ધન દ્વારા મદદ કરવા અહેનિશ પ્રવૃત્તિ કરે. તેથી તે શ્રાવક, સમાનધાર્મિક અંધુઓને ધાર્મિક ક્રિયાઓમાં ઉલાસ વધે. શુભ કિયાએ કિરતા પાછા હઠે નહિ. આ ઘણે લ્હાવે છે. ધન આપવાની તાકાત હોય તે કાયા દ્વારા તેમનું જે કાર્ય હોય તે કરે. અગર આશ્વાસન આપી ધર્મમાં સ્થિર કરે. અને ધર્મની આરાધના કરનારની અનુમોદના કરવા પૂર્વક પ્રશંસા કરી
For Private And Personal Use Only