________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૯
વિલાસના વિલાસી કયાંથી બને ! કારણ કે, સદ્ગુરૂના શ્રીમુખદ્વારા તેમણે નવતત્વાદિ સાંભળેલ હોય છે. અને સાંભળતા હોય છે. તેથી સુદેવ, સુગુરૂ, સુધર્મમાં સાચી ટેક, શ્રદ્ધા હોય છે. વિપત્તિ, વિદ, વિડંબનાદિ આવી વળગે તે પણ, જે ટેક છે તેને ત્યાગ કરે નહિ. પણ ધૈર્ય ધારણ કરી, સહિષ્ણુ બને. ગભરામણ ધારણ કરી ટેકને ત્યાગ કરે નહિ તે શ્રાવક કહેવાય. અને તે શ્રાવક પાંચમા ગુણસ્થાનકને ઉજજવલ કરવા પૂર્વક, આત્મવિકાસમાં આગળ વધવા ગ્યતા મેળવે છે. આવા શ્રાવક, જીનેશ્વરને ભાવપૂર્વક ગ્રહણ કર્યા હોવાથી સનાથ બને છે. જેને માથે સત્ય જીનેશ્વરનાથ છે. તેને કઈ પ્રકારની ખામી રહેતી નથી. નાથ કેને કહેવાય ! જે કદાપિ પ્રાપ્ત થએલ ન હોય તેને અર્પણ કરી નિશ્ચિત બનાવે અને અર્પણ કરેલનું રક્ષણ કરી વિવિધ વિપત્તિઓની વેદના દૂર કરે તે નાથ કહેવાય. અર્થાત્ ગ ક્ષેમ કરે તે નાથ. એવા જિનેશ્વરદેવને પામી જે સનાથ બનેલ છે તે સનાથ કહેવાય છે. જગતમાં સાંસારિક પદાર્થો, વસ્તુઓ જેની પાસે હોય નહી તેને આપનાર ઘણા મળી આવે. પણ આધિ, વ્યાધિ અને ઉપાધિને હઠાવનાર કેણ હેય છે? જીનેશ્વર સિવાય કંઈ હોતું નથી. કારણ કે, જીનેશ્વર પ્રભુની સેવા, ભક્તિ અને આજ્ઞાના પાલનથી એવી વસ્તુઓ મળી આવે છે, તેને કદાપિ નાશ થાય નહિ એવી અદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિ હાજર થાય છે. માટે તેઓ સાચા
For Private And Personal Use Only