________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૦.
વ્યાધિ ઉત્પન્ન થતાં પથારીવશ બને છે. અજીર્ણ થતા તાવ, ઉલટી, ચુંક વિગેરેથી પીડા પામે છે. અને પમાડે. છે. આવી કાચી કાયામાં તું માચી રહેલ છે. તે સાચી છે કે કાચી! તેને ઉત્તર આપ? તું કહીશ કે, તે કાયા કાચકુંભ તથા કાચી માટીના ઘડા સમાન કાચી છે. ભૂલથી નાશ પામતા વિલંબ થતું નથી. તથા વીજળીના. ચમકારાની માફક ચમત્કાર દેખાડી વિલય પામે છે. તથા સંધ્યારંગની માફક મનહરતા દેખાડી તેને રંગ બદલાઈ જાય છે. તે પછી અરે ભાઈ? આવા ચમત્કારમાં અને ક્ષણભંગુર રંગમાં શું રાચી રહેલ છે ! કદાચ પુણ્યાગે જેટલું આયુષ્ય હશે તે મુજબ ટકશે. પછી આયુષ્ય ખતમ થતાં ક્ષણવારમાં નાશ પામશે. આયુષ્ય દરમ્યાન, વિવિધ વિપત્તિઓ, વિદને અને વિડંબના પણ વળગવાની. માટે આવી કાયાની માયા ઉતારવા જેવી છે. છતાં રૂપવતી કાયામાં મમતા રાખી, તેની ઘણી સારવાર કરવા પૂર્વક, ફૂલીને ફેગટ ફરે છે અને માને છે કે, આ કાયાથી જ કલ્યાણ થશે. તેથી જન્મ, જરા, મરણના સંકટો આવશે નહિ. આમ ધારણું કરીને કાયાની સંભાળમાં ફાંફા મારે છે. પણ જ્યારે, જે વેળાએ અને જે પ્રકારે, આ ગબડી પડશે ત્યારે, તને માલુમ પડશે નહિ. માટે આવા ફેગટ ફાંફા મારી, અમુલ્ય માનવ ભવને શા માટે વૃથા ગુમાવે છે ! અમુલ્ય, કામઘટ, કલપતરૂના કરતાં અતિશય લાભ આપનાર, આત્મજ્ઞાન, ધ્યાનમાં પ્રેમને લગાવ. ધર્મ
For Private And Personal Use Only