________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજે કૃષ્ણની શોધ કયાં કરશે ! તમો જાતે જ કૃષ્ણ છે. આત્માની ઓળખાણ થતાં, સત્ય કૃષ્ણની ઓળખાણ થાય છે. પછી તાણીતાણ રહેશે નહિ. બરોબર સમજણના અભાવે, અન્તરના ભેદને પામ્યા નહિ. અને પામશો પણ નહિ. કેઈ બ્રહ્માના ભક્તો, કહે છે કે જગતમાં બ્રહ્મા મહાન છે. તેમને પરમેશ્વર માની, તેમની વંદના, પૂજન કરે. ત્યારે કઈ કહે છે કે, શંકરજી મહાન છે. માટે તેમને જ પ્રભુ તરીકે માની, વંદના, પૂજના અને ધ્યાનાદિક કરવું. કેઈ કહે છે કે, શ્રી કૃષ્ણ મહારાજ મહાન છે. આમ તાણીતાણમાં આન્તરિક ભેદ જાણ જોઈએ તે જાણ્યું નથી. અને આત્માની ઓળખાણ થવી જોઈએ તેનાથી બનશીબ રહ્યા. અને આવા પ્રકારની તાણીતાણ કરીને, આત્મિક ગુણોને પ્રાપ્ત કરવા શક્તિમાન બન્યા નહિ. માટે અરે કૃષ્ણના ભક્ત ? આત્મા તે કૃષ્ણ તથા વિષ્ણુ પણ છે. આવા આત્માનું ધ્યાન ધરે. અને તેનું ગાન કરે. જ્ઞાન, ધ્યાન અને ગાન કરવાથી માનવ જન્મને સાચે
હા મળશે. બાહ્ય જગતમાં જે વૃત્તિઓ પરિભ્રમણ કરી રહેલ છે. તે વૃત્તિઓ અન્તરમાં સ્થિર કરો, બુદ્ધિસાગર આતમરાજ બનીને, કમને હરિને, હરિ પોતે જાતે અનશે. કારણ કે સર્વશક્તિ આત્મામાં રહેલ છે. તેણીને આવિર્ભાવ કરી સત્યાનંદને લ્હાવે લે.
હવે એક ભકતે, સદ્ગુરૂ સમીપે આવી નમ્રતાપૂર્વક વિનતિ કરીકે, ગુરૂમહારાજ ? આ મારા આત્માને ઉદ્ધાર
For Private And Personal Use Only