________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૧
ત્યાગ કરી, આત્મતત્વમાં સ્થિરતા ધારણ કરે છે ત્યારે, કૈવલ્યજ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે. તે વેળાએ તેમનું જ્ઞાન, લોકાલેલકમાં વ્યાપ્ત બને છે. અને દ્રવ્ય, ભાવથી સર્વ પદાર્થોને જાણે અને દેખે છે. જ્ઞાન અને ગુણજ્ઞાનવાન, જુદા નથી. અભેદ ભાવે રહેલ છે. તે અક્ષેપાએ આત્મા વિષ્ણુ કહેવાય અને આઠેય કર્મોની વણાઓ જે અનંતી રહેલી છે. તેણીઓને કાપવા માંડેલ હોવાથી વ્યવહારે આત્માનું નિરીક્ષણ કરવા પૂર્વક, કર્મોને પરાસ્ત કરવા તત્પર થવું તે અગત્યનું કર્તવ્ય છે. હે ચેતન! તું અન્યત્ર કયાં આથડે છે? બાવળીયામાં કયાં બાથ લગાવે છે! ત્યાં તે કંટકો ભેંકાશે. કદાચ સાવધાની રાખીશ તે ફલ તરીકે તેના પઈડા મળશે. તે બાવળીયાના ફલ તરીકે પઈડા તે, બકરા, બકરીઓ ખાય. તે તે પશુ કહેવાય છે. શું તારે પશુ બનવું છે? માટે આવા પુદ્ગલજન્ય પદાર્થોમાં આસક્તિને ત્યાગ કરી, આત્મિક ગુણનું અમૃતપાન, ભજન કરવું જોઈએ. આ પ્રમાણે આત્મા તે કૃષ્ણ છે. અને ઔદયિક ભાવ રૂપી જલધિમાં નિવાસી છતાં, પરભાવ રૂપી નાગરાજને દમન કરવા પૂર્વક, તેને પરાજય કરીને ક્ષયે પશમ ભાવમાં પિઢ છે. ત્યારપછી ક્ષાયિક ભાવમાં લીનતા ધારણ કરીને વિષ્ણુ રૂપે વિલાસી બને છે. અને ક્ષાયિક ભાવમાં વિલાસી બનશે. આ મુજબ બને છે ત્યારે, નિજ ગુણકર્તા અને પરગુણહર્તા બને છે. બનેલ છે. અને બનશે. તેથી આત્માને કૃષ્ણ તરીકે કહેલ છે. માટે
For Private And Personal Use Only