________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬ હઠાવવાનો વખત આવશે જ નહિ. હવે વિલંબ કર નહિ. જેમ મોહ, સેતાન વિગેરેને મારવા અને મુર રાક્ષસને મારવા કૃષ્ણ મહારાજાએ આળસ કરી નહિ. તે મુજબ હે ચેતનજી ! તું પણ તારી સ્વશક્તિ, સંપત્તિને સ્વાધીન કરવા આળસ કર નહિ. ભાવદયા એટલે, આત્મા અને દિકાલથી રાગ, દ્વેષ, મહાદિકની પરાધીનતામાં ફસાયે છે. આ ફસામણીમાં તેણે સ્વશક્તિને ગુમાવેલ છે. તેના યોગે જન્મ, જરા અને મરણજન્ય, આધિ, વ્યાધિ અને વિડંબનાઓને અસહ્ય સંકટમાં પડી અતિ પીડા પામી રહેલે છે. તેને તે ફસામણીમાંથી મુક્ત કરાવે તે ભાવદયા કહેવાય. પ્રાણીઓની દ્રવ્યદયાથી, ભાવદયા અનંતગુણી હિત કરનારી છે. એટલે દ્રવ્યદયા કરવા પૂર્વક ભાવદયામાં તત્પર થવું તે શ્રેયસ્કર હેઈને, આત્મા શ્વસ્વરૂપમાં રમણુતા કરી, અનંતાનંદમાં ઝીલે. આવી ભાવદયાના હે ચેતનજી ! તમે છેરૂ, પુત્ર છે. કૃષ્ણ, દેવકીજીના સાચા પુત્ર હતા. તેની માફક સાચી માતા ભાવદયા છે. માટે તેણીને ભૂલતા નહિ અને ભૂલશે નહિ તે જ, તમે સ્વાધીન બનશો. અન્યથા સાચી માતા સિવાય, છોરૂ, છોકરો અરહો પરહો અથડાય છે. તેથી તેનું બરાબર પાલન પિષણ થઈ શકતું નથી. તેથી તે પ્રમાણે ચારેય ગતિમાં અથડાવાનું થશે કૃષ્ણ મહારાજ શ્યામ, કાળા હતા. તેની માફક તમે અધુના આકાશની માફક શ્યામ છે. એટલે ભાવદયા લાવી, વાદળાની સ્પામતાને દુર હઠાવી, ધર્મધ્યાનના ગે શુકલ, ધેળા
For Private And Personal Use Only