________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ હશે. માટે ધારણા રૂપી દ્વારિકામાં નિવાસ કરવાની ખાસ આવશ્યકતા છે. ધારણા સિવાય દુન્યવી સંસ્કારના યોગે વળગેલી વાસનાને ત્યાગ કે દુશક્ય બને. અને માનસિક વૃત્તિ એવા એવા નિમિત્તો પામી ચંચલતાને ધારણ કરે. માટે ધૈર્યને ધારણ કરવા પૂર્વક ધારણમાં અત્યંત પ્રીતિ જવી. તે દ્વારિકા નગરીમાં ધારણા રાખવાથી, કૃષ્ણ મહારાજ યાદવોને પૂજ્ય બન્યા. અને બલદેવ તે અત્યંત પ્રેમથી સાથે ને સાથે રહ્યા. તેથી તેમનામાં ખેલશક્તિ અતિશય તે હતી. તેમાં ઘણું વધારે થયે. અને પ્રતિવાસુદેવ જરાસંઘને જીતી, પતે વાસુદેવ થયા. સં૫, પ્રેમના ગે પુણ્ય વધવાથી જરાસંઘનું ચક્ર કૃષ્ણ મહારાજની પાસે હાજર થયું. અને તે ચકવડે જરાસંઘનું મસ્તક કપાયું. માટે કૃષ્ણરૂપી આત્માએ ચરણ, ચારિત્રરૂપી સ્વપિતાની સાથે તથા મેટા બંધુ બલભદ્ર સાથે અત્યંત પ્રીતિને લગાવી મુર રાક્ષસ રૂપી મેહને મારવા કટ્ટીબદ્ધ બન્યા. આ સઘળે સ્વજનવર્ગ, તારા આત્મામાં સત્તામાં રહેલ છે. માટે હે આત્મન ! તારે નિર્ભય બની, શક્તિને ફેરવી, મિથ્યાત્વમેહનીય, અવિરતિ અને ક્રોધાદિ જે કષાય છે તેને હઠાવવા માટે ઘણે પ્રયાસ કરવો પડશે નહિ. ફકત સાચા સ્વજનવર્ગને ઓળખી, તેના પ્રત્યે પ્રેમ ધારણ કરે તે તારા હાથની વાત છે. શ્રદ્ધા ધારણ કરવાથી તે હાજર થવાના જ. તે હાજર થતાં ઉત્સાહ, આનંદ આપવા, તે સમર્થ હોવાથી પાછળ ૪૦
For Private And Personal Use Only