________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૪
સમત્વ દ્વારા મુક્ત કરાવ. તે જ તારી બલીહારી. વિષય કષાયાદિને ત્યાગ કરી, આત્મજ્ઞાન અને ધ્યાનના ગે, સમતા રૂપી વ્રજ દેશમાં આવ. અન્યત્ર પરિભ્રમણ કરીશ નહિ. બીજે પરિભ્રમણ કરવાથી તે, માયા અને અહંકારરૂપી માત પિતાએ, ચારે ગતિમાં રખડપટ્ટી કરાવી. માટે સમતા રૂપી વ્રજ દેશમાં આવી, તારી તથા તારા માત પિતાની પરાધીનતાનો ત્યાગ કરાવ. આ, શક્તિ, તારામાં છે. આત્મજ્ઞાન, ધ્યાન કરીશ ત્યારે ખરેખરી ખબર પડશે. માટે કૃષ્ણની માફક, વ્રજ દેશમાં આત્મજ્ઞાનની વાંસળી બજાવ. એટલે તેથી સમતારૂપ વ્રજમાં સુખને પ્રાપ્ત કરીશ. ત્યારપછી સ્થિરતા અને રમણતા રૂપી રાધામાં અને લક્ષ્મીમાં પ્રેમ થશે. આ પ્રીતિ જેને વરેલી છે. તેને વિગ થશે નહિ. અને સ્થિરતા અને રમણતાના ગે. સાચી શોભાના સ્વામી થવાશે. કૃષ્ણ મહારાજને જગતના માણસેએ ભાસ્પદ બનાવ્યા. અને પૂજ્યા. છતાં તેમને યુદ્ધ કરવા પડ્યા છે. અરે ચેતન તારે દુન્યવી શત્રુઓને પરાજ્ય કરવા ખાતર લડાઈઓ કરવી પડશે નહિ અન્તરના શત્રુઓ સાથે તે યુદ્ધ કરવું પડશે જ. જ્યારે આતરિક શત્રુઓને પરાજ્ય કરવા તત્પર બનીશ ત્યારે માતા પિતાને ઘણો આનંદ આવશે. અને તે સાચા માતપિતા પણ આન્તરિક શત્રુઓને પરાજ્ય કરવામાં ઘણે સહારો આપશે. તે સહકાર એ હશે કે, સાંસારિક માતપિતા કે સંબંધીઓ કે મિત્રોએ નહિ આપે હોય
For Private And Personal Use Only