________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૨
સદ્દગુરૂએ ઉપદેશ આપે છે. અરે આત્મન્ ? તારું ક્ષેત્ર, અસંખ્ય પ્રદેશ રૂપ આર્યક્ષેત્ર છે. તું અનાર્ય ક્ષેત્રમાં નથી. કારણ કે, તને પિતાને અસંખ્ય પ્રદેશમાં રહેલા આત્માની ઓળખાણ કરવાની અભિલાષા વર્તે છે. માટે તે પ્રદેશમાં રહેલ આત્મિક ગુણેમાં રાચીમાચી રહે. તેથી અનુક્રમે દુખ દાવાનલ શાંત થશે. અને પરમ સંતોષની પ્રાપ્તિ થશે. ભલે કૃષ્ણ મહારાજ ત્રણ ખંડને સ્વામી હોઈ, તેમણે તેની સારસંભાળ રાખી. અને ભક્તજનેની ભીડ ભાગી. પરંતુ તારે તે તારી પિતાની જુદી જુદી ભીડ ભાગવાની છે. માટે બીજે સ્થલે રાચીમાચી ન રહેતાં, આર્યક્ષેત્ર રૂપી આત્માના અસંખ્ય પ્રદેશની સાર સંભાળ રાખવાની હોવાથી, અન્યત્ર આસક્ત બનવાનું તને પાલવે એમ નથી જ. જે સાર સંભાળ રાખીશ નહી તે, આન્તરિક શત્રુઓ, તારી અભિલાષાઓમાં ક્ષણે ક્ષણે, ઘડી બે ઘડીએ, વિદને ઉપસ્થિત કરશે. અને વિડંબનાઓમાં ફસાવી નાંખશે માટે દુનિયાદારીમાંથી વૃત્તિઓને દૂર કરી, આત્માના પ્રદેશની સંભાળ રાખવી અગત્યની છે. દુનિયાદારીમાં પરિભ્રમણ કરતી વૃત્તિઓ, અનેક વિકારોને હાજર કરી, આત્મક્ષેત્રમાં રહેલી અનંત દ્ધિ, સિદ્ધિને તથા શુદ્ધિને લૂંટી લેવા પૂર્વક તને પાગલ જે બનાવશે. માટે ક્ષણે ક્ષણે ઉપયોગ રાખી. આત્મનિરીક્ષણ કરવું જોઈએ. તું કાંઈ જે તે નથી. કલ્પવૃક્ષ, કામધેનુ, પાર્શ્વમણિ વિગેરે જે મહિમાવાળી વસ્તુઓ છે. તેનાથી તારે મહિમા અતિશય,
For Private And Personal Use Only