________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૮
તમારા કથન મુજબ અમે વર્તન રાખીશું. અને ત્યારપછી તમારે આજીજી, કાલાવાલા કરવા પડશે નહિ. તમારી મરજી મુજબ જે જોઈશે તે હાજર કરીશું. પણ આ અંધ બનેલ હોવા છતાં તે વસ્તુને દેખાડતું નથી. અને કહે છે કે, જે તમને તે દેખાડું તે, તે મિક્તને સ્વાધીન કરી મારા સન્મુખ પણ તમે દે નહિ. અત્યારે, આજીજી કરતાં જે કામ કરે છે તે પણ કરશો નહિ. માટે હું દેખાડીશ નહિ. મારા મરણ પછી તમારું જ છેને ? શોધી લેજો. આ મુજબ કહેવાથી પુત્રો કહેવા લાગ્યા કે, અમે તેને સ્વાધીન કરીશું નહિ તેની ખાત્રી રાખે. અને તે સ્થાન અમોને જણાવો કે જેથી અમે ને સંતોષ રહે પણ અંધ બતાવે શેને? છેવટે પુત્રોએ તે જગ્યા શોધી કાઢી. અને મિલક્ત કબજે કરી. પણ પિતાના હાથે અપાઈ નહિ. આ કેવી હાંધતા? આંખે અંધ. હૈયામાં પણ અંધ. પુત્રાદિને નહિ આપનાર એવા તેઓ સાત પુણ્ય ક્ષેત્રમાં કયાંથી આપે ? છેવટે આસક્તિના ગે દુર્ગતિમાં પડે. માટે સદૂગુરૂ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી કરૂણા લાવીને જાગ્રત કરે છે કે, હું અને મારૂનો ત્યાગ કરી, જે કલ્પના તમે કરો છો તે ભલે કરોડો કલ્પના કરશો તે પણું, તે કદાપિ સાથે આવશે નહિ. માટે જીવતા છે ત્યાં સુધીમાં પપકાર વિગેરેમાં તથા યક્ષેત્રમાં વાવે. તમારી ભાવના પ્રમાણે તેની સફલ થશે. અન્યથા પાપબંધ થએલ છે તે સાથે આવશે. માટે ચેતી, માયા મમતાને
For Private And Personal Use Only