________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૭
થયા નહિ. ત્યારે ઘણે વલેપાત કરવા પૂર્વક, તે જરા, વૃદ્ધાવસ્થાને હઠાવવા અને ચાલી ગએલ યુવાની પુનઃ પ્રાપ્ત કરવા વારે વારે પ્રયાસ કરવામાં ખામી રાખી નહિ. છતાં વ્યતીત થએલ જુવાની, પાછી આવી નહિ ત્યારે, રસાયણ વિગેરેનો ઉપયોગ કરવાથી, ઘણું ગર પી થવાથી, અધિક પીડા થઈ. તે પણ, યુવાન બનવાની અભિલાષાને ત્યાગ કરી શકતા નથી. “ લોહી અ૯૫ હોય અને રસાયણાદિ વાપરે તે જરૂર ફૂટી નીકળે તેમાં નવાઈ નથી.” આ શ્રેમાનને યુવાની તે આવી નહિ. પરંતુ તે ગરમી, આંખે લાગતા અંધ બન્યા હોવાથી, અધિક શેક, સંતાપાદિ કરવા લાગ્યા. યુવાનીમાં ધન સાથે ધર્મની આરાધના કરી હતી તે, શેકાદિ કરવાનો વખત આવત નહિ. અને આત્મ સ્વરૂપની ઓળખાણના યોગે આન્તર ચક્ષુઓની પ્રાપ્તિ થાત. પણ બાહ્ય પદાર્થોમાં આસક્તને તે કયાંથી સુઝે? હવે તે પૂરેપૂરી પરાધીનતા, ઓશીયાળી આવી ઉપસ્થિત થઈ. અંધ બનેલ હેવાથી દરેક કામમાં, જવા આવવામાં, ખાન પાનાદિમાં, પુત્રાદિ પરિવારને આજીજી, કાલાવાલા કરવા પડે છે. તેઓ પણ દરેક બાબતમાં પિોકારે પાડતા હોવાથી, કંટાળી ગયા. સંભાળે ખરા. પણ ગણકારતા નથી. છતાં તેઓના ઉપર મહ મુકાતું નથી. પુત્રે કહે છે કે, બાપાજી તમારી પાસે જે સોનામહોરે, હિરાઓ વિગેરે મિક્ત છે જેને તમે છાની રાખી છે. તે અમને દેખાડે તે જ,
For Private And Personal Use Only