________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૪
વિચાર કરીને તું મનમાં કુલાય છે. પરંતુ આ ગાફલ, મૂર્ખને માલુમ નથી કે, પાદિય જાગતાં આ સર્વ વસ્તુને ક્ષણવારમાં ખસતાં વિલંબ થશે નહિ. માટે તેમાં આસક્ત બનવું અને ફુલાવું તે ફેગટ છે. તેથી તે બાહ્યાત્મા, મનગમતી વસ્તુઓ મળતાં મારા જેવો જગતમાં કોઈ નથી. આ મુજબ વિચારે કરી ભવની ભ્રમણામાં પડી પિતાનું ભાન ભૂલે છે. અને મળેલી મોટાઈને મહાલે છે. તેથી અહંકાર, અને મમતા ઘણા જોરમાં આવી ભવસાગરમાં પટકી પાડે છે. સંસારસાગરમાં પડ્યા પછી, પ્રભુભજન, તેમના ગુણનું ગ્રહણાદિ ભૂલાય છે. અને પિટ, પરિવાર વિગેરે માટે પાપ કર્મોને કરવા પૂર્વક કષાયરૂપી સંસારસાગરથી પાર ઉતરાતું નથી. અને પાછા મોટાઈને ફાંકે રાખે છે. કે, અમારા જેવા મહાન કેણ છે! એક બાજુ વિષય કષાયમાં લંપટ બની મહત્તાને ફાંકો રાખે તે તે, ગાફલ જ કહેવાયને ? સાચી મેટાઈ કેવા પ્રકારે મળે. તેની સમજણ સગુરૂ સમજાવે છે કે, વિષય કષાયના વિચારો તથા વિકારેને ત્યાગ કરી, પરમાત્માના ગુણેમાં બરાબર લગની લગાવે ત્યારે, મેટાઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા, આશા, હશે નહિ તે પણ મહત્તા મળવાની જ. અને જે મહત્તા, મળેલી છે તે કદાપિ ખસવાની નહિ. માટે દશા પ્રપંચે કરે નહિ. તેથી દુનિયાએ તમને મહાન માન્યા છે તે સ્થિતિ સદાય રહેશે નહિ. છતાં સંસારના બધા લેકે, કદાચ તમને મહાન તરીકે માની,
For Private And Personal Use Only