________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૨
નિમિત્તે પામી, દુઃખદાયી એવા કર્મો કરી બેસાય છે. માટે સત્ય સુખશાતાનો લ્હાવે મેળવવું હોય તે, વિષય વાસનાને ત્યાગ કરવાપૂર્વક, માનસિક, વાચિક અને કાયિકની દુષ્ટવૃત્તિ અને પ્રવૃત્તિને કબજે કરી, આત્મગુણેમાં પ્રીતિ ધારણ કરે. તેથી જ અનુક્રમે આગળ વધતાં, ચેતનની જે શુદ્ધ ખાણ, ભંડાર છે એવા અજર અમરપદમાં સ્થિર થવાશે. તેમજ બીજીવાર, જન્મ, જરા અને મરણજન્ય આધિ, વ્યાધિ, ઉપાધિની વિડંબના મૂલમાંથી નાશ પામશે. આ મુજબ અજરઅમરપદનું જ્ઞાન, સશુરૂ પાસેજ મળશે. બીજે સ્થલે તે પ્રાપ્ત થવું અશક્ય છે. માટે ખાસ પ્રકાશની જરૂર છે. અને પ્રકાશ સદાય રહેવાવાળે, પણ વિવિધ વિપત્તિઓ અને વિડંબનારૂપી વાયરાઓથી ન બુઝાય એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે, સંસારસુખની મીઠાશ ટળતી જાય છે. અને આત્મતત્ત્વની પ્રાપ્તિ સ્વયં, પેતાની મેળે હાજર થાય છે. પછી દુઃખદાયી ચિન્તાઓ રહી શકતી નથી. માટે આત્મપ્રકાશ પ્રાપ્ત કરવા અહંકાર, મમતાનો ત્યાગ કરે અગત્યને છે. અનાદિકાલથી અહંકાર, મમતાના ગે, આત્મા ગાફલ બન્યા હોવાથી, તેને ઉપદેશ સદ્દગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પચાસમા પદની રચના કરતાં કહે છે કે,
(ચેતાવું ચેતી લેજે રે. –રાગ) ગાફલ ગર્વ કરીને રે, મનમાં મોટાઇથી ફુલ્યો; પ્રભુ ભજ્યા વિણ પાપકર્મથી, ભવસાગરમાં ડૂલ્યો
ગાલ૦ ૧ાા
For Private And Personal Use Only