________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૭
ગુલતાન બની, અમરપદની અગર તેના સાધનો તરફ નજર પણ નાંખી નહિ. જે જે સુંદર પરપદાર્થો દેખ્યા તેઓને સ્વાધીન કરવા મોટા યુદ્ધો, કંકાસ, ઝગડાઓ કરવામાં ખામી રાખી નહિ. અને પાપસ્થાનકેને સેવી દુર્ગતિના ભાજન બન્યા. પણ, તે વસ્તુઓએ તે, સ્વાધીનતાના બદલે પરાધીનતાની કષ્ટદાયી બેડીમાં જ સપડાવ્યા. અતએવ વિડંબના, વિપત્તિ, વેદના વિગેરેની સંતતિ, પરંપરા વધી. આવી, દુઃખદાયક પરંપરામાં સત્યશાંતિ કયાંથી પ્રાપ્ત થાય !
નંદ નૃપે, પ્રજાઓની પાસેથી બળજબરીથી અગર કાવાદાવા, પ્રપંચ કરીને સેનાની નવ ડુંગરીઓ બનાવી. અને લાડી, વાડી, ગાડીમાં ગુલતાન બન્યા. પરંતુ સાથે કાંઈ પણ લઈ ગયા નહિ. સોનાની નવે ડુંગરીઓ ઉપર પાણી ફરી વળ્યું. અને પીળી માટી બની ગઈ. આ મુજબ સુખાભાસમાં ભૂલા પડી અમરપદને પ્રાપ્ત કરવાની સાધન સામગ્રી મેળવી શક્યા નહિ. તે અરે માનવગણ? તે પદાર્થોમાં તથા અહંકાર, અભિમાનાદિમાં આસક્ત બનશે તે, અમરપદની જે અભિલાષા છે તે ફલવતી બનશે નહિ. ઉલટી દુઃખની પરંપરામાં ફસાઈ પડવું પડશે. માટે તેઓને સાધન બનાવી, અનાસક્ત બને. અને અમરપદને પ્રાપ્ત કરવાને જે માર્ગ છે, તે તરફ સંચરે. તમે જે જે વસ્તુ મેળવી છે, તે તે ક્ષણિક દુઃખોને પ્રતિકાર કરશે. પણ સર્વથા દુઃખ પરંપરાને ટાળવા સમર્થ બને એમ નથી જ. પુનઃ વિપત્તિ વિગેરે આવીને વળગશે. કારણ કે
For Private And Personal Use Only