________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૩
ત્યારે આત્માના ગુણોને આવવાને અવકાશ મળશે. માટે આત્માને અનંતસુખ, સમૃદ્ધિના સ્વામી બનાવ હોય તે, અને અનંત, આધિ, વ્યાધિ અને વિડંબનામાંથી મુક્ત કરવો હોય તે, પુદ્ગલેને ત્યાગ કરવાપૂર્વક સગાંવહાલાના નેહને નિવારી, તથા સંયમની રીતસર આરાધના કરીને, સાચા સુખના સ્વામી બને. આત્મા તથા તેના ગુણોમાં પ્રેમ ધારણ કરે તે સાચો પ્રેમ છે. અને આત્મગુણેની ઓળખાણ કરાવનાર ગુરૂવર્ય ઉપર પણ પ્રેમ ધારણ કરે તે પણ સાચો પ્રેમ છે. આ ધારણ કરેલે પ્રેમ, મણિરત્નના સરખા હોવાથી અસત્ય બનશે નહિ. સદાય ઝળહળતું રહેશે. વિડંબના આવશે તે પણ ખસી જશે. અને પિતાની થએલ ભૂલને સુધારવા માટે પ્રયાસ થશે. માટે ઈમીટેશન તથા કલચરના મણિ, મોતી જેવા સંબંધને સત્ય નશે, અગર કદાચ તમે અજ્ઞાનતાને યેગે સાચા માનશે તે પણ તે કદાપિ સાચા થવાના જ નહિ. કાચ તે, કદાપિ મણિ, મેતી બનતા નથી. અને બનશે. પણ નહિ. માટે સાચાની બત કરો. માટે સદ્ગુરૂ કહે. છે કે, આત્મસનેહ સાચવી, આત્મજ્ઞાની સજજનને સંગ કરો. તે સ્નેહ, સંસાર સાગરમાંથી સત્ય વસ્તુઓ દર્શાવી. તેની ઓળખાણ કરાવશે. પછી મજીઠને રંગ લાગશે. તે રંગના ચગે, દુનિયાદારીમાં કદાચ રહેશે. તે પણ, તે દ્રઢ. થએલે રંગ કદાપિ ખસશે નહિ. પરકમાં પણ સાથે ને સાથે રહેશે. દુન્યવી રંગ તે સત્યાનંદમાં ભંગ પાડશે.
For Private And Personal Use Only