________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૦
આવકવાળા છે. તેથી તેમને પાલવે. આપણી પાસે ધન, અને આવક તેમના જેવી નથી. માટે સ્થિતિ હોય તે મુજબ વર્તન રાખવું જોઈએ. તે જ આનંદમાં જીવન ગુજારી શકાય. બીજાના બંગલા દેખી આપણું ઘર પાડી શકાય નહિ. સુતરાઉ, જાડાવસ્ત્રો પહેરવાથી આબરૂ જતી નથી. અને જશે પણ નહિ. માટે લહેર માણવાની ઈચ્છાને ત્યાગ કરી, જે સ્થિતિ છે તે મુજબ સંતોષને ધારણ કરવા પૂર્વક, જાતમહેનત કરી ઘરના કામ કરવા જોઈએ. તેમાં આનંદ સમાએલ છે. આ મુજબ તેના પતિનું વચન સાંભળી, બાઈસાહેબ, રીસાઈને છણકા કરવા લાગી. રસંઈ પણ બરાબર કરતી નથી. અને દરરોજ કંકાસ કરીને કંટાળો આપે છે. આથી ખેડૂત પસ્તાવો કરે છે કે, આવું માણસ કયાં મારે પનારે પડ્યું, દરરોજ કંકાસ થત હેવાથી તે કંટાળીને પિતાના મામાના ગામમાં ગયે. તેના ઘેર જઈને પિતાની આ૫ વીતિને કહેવા લાગ્યું કે, એ મામા ? ઘરમાં બાયડી, ઘરચોળા, સેનાના દાગીના પહેરવા માટે દરરોજ માગણી કર્યા કરે છે પણ તે હું ક્યાંથી લાવી આપું ! પેટનું ભરણપોષણ પણ પરાણે થાય છે. આ તે પેલી કહેવત જેવું બન્યું. કહેવત છે કે, “ધણ ધાગા પહેરે અને બાયડીને ઘરળાદિ જોઈએ તેના મામાએ કહ્યું કે, અરે ભાણીયા ? સંસારમાં ઘણે ઠેકાણે આવું બન્યા કરે છે. આવું બનતું ન હોય તે પ્રભુનું ભજન, સ્તવન વિગેરે કઈ કરે નહિ. જેને, મારા
For Private And Personal Use Only