________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૮
રક્ત બનેલ માનવી ધર્મને ભૂલી ધનાદિકને ચાહે છે. માન, સન્માનમાં અધિક પ્રેમ ધરાવતા હોવાથી, પ્રતિકુલ બનીને વૈરવિધ વિગેરે કરી બેસે છે. સંત, આત્મજ્ઞાનીઓનો ત્યાગ કરવા પૂર્વક, સંપત્તિવાળાની સેવા સારી રીતે કરે છે. અને ધનાદિકને પ્રાપ્ત કરી વૈરાગ્યને ભૂલી, વિલાસોમાં મગ્ન બની મહાલતા ફરે છે. અને સમતાના બદલે મમતામાં મગ્ન બને તે, તમેને શો સહારે આપશે! તેને વિચાર કરવાની જરૂર છે. ધર્મની આરાધનાના
ગે, પુણ્યનો બંધ થતાં ધનાદિક પાછળ પુરુષાર્થ કરતાં તે આવી મળે છે. તેથી સત્કાર, સન્માનાદિકની પણ ઈચ્છા રહેતી નથી. આવી ધર્મની આરાધનાને ભૂલી, ધન માટે દેડ કરનારા જ્યારે ઈચ્છા મુજબ ધન પ્રાપ્ત થાય નહી ત્યારે, વૈરવિરોધાદિક કરી, સ્વજન ઉપર પણ દ્વેષ કરી, સંબંધને ભૂલી કંકાસ, ઝગડે કરવા પૂર્વક કુસંપ કરી ભારે કર્મોને બાંધે છે. આવાઓને આત્મજ્ઞાની સંતને ઉપદેશ પણ ક્યાંથી પસંદ પડે ! પડે નહિ. અને જ્યાં ત્યાં ભટકયા કરે છે. છતાં યથેચ્છ ધનાદિની આશા અધુરી રહેલ હવાથી, અધર્મ, અનાચારને માર્ગ લે છે. તેના યોગે તન, મન, ધન, આબરૂને ગુમાવી, અંધ જેવા બની પોકારો કરવામાં બાકી રાખતા નથી. આવા પરિવારમાં કોણ પ્રેમ રાખે ? આવા પરિવારની સાથે પુદ્ગલેની લાલચે પ્રેમને ધારણ કરનારા સંસારની વૃદ્ધિ કરનાર બને છે. એટલે રાગ, દ્વેષ, મેહને વધારી, મહાસંકટમાં સપડાયા
For Private And Personal Use Only