________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
દેરાસર, ઉપાશ્રયે આવવું પણ બંધ કરે છે. તેમાં વળી મરણ પામનારની વહુ તે, ઘરના ખૂણામાં છ મહિના લગભગ ોંધાઈ રહે છે. અને સવારે સાંજરે છેડે વાળી વિલાપ કર્યા કરે છે. અરે ! તેનાથી ઘરની બહાર પણ દિવસે તે નીકળાય જ નહિ. તેથી રાત્રીએ ઝાડે ફરવા નીકળે છે. જે શક સંતાપને નિવારી દેરાસર, અગર ઉપાશ્રયે જાય તે સગાં તેની ટીકા, નિન્દા કરવામાં બાકી રાખે નહિ. અને કહે કે, દેખ તે ખરા. પહાડ જેવો તેણીને પતિ મરણ પામે, ફાટી પડ્યો છતાં આને બહાર ભટકવાનું પસંદ પડે છે. આવી આવી ટીકાઓ કરી અલ્પ થએલ શેકમાં વધારે કરી પાછા કુલાય છે. અમે કેવા પ્રેમવાળા છીએ કે, ઉપાશ્રયે, વ્યાખ્યાન સાંભળવા પણ જતાં નથી. આ વહુને કાંઈ શેક સંતાપ છે? તે બીચારીને જીવ જાણતું હોય કે, ધાર્મિક સ્થળે જવાથી આ દુઃખમાંથી મુક્ત થવાને સહારે મળે. અને વિપત્તિની વેદના ઓછી થાય. પણ સગાંવહાલાં તે દુઃખ અલ્પ થવા દેતા ન હોવાથી, તેણીને દુઃખને પાર રહેતો નથી. આવા વિવિધ કારણે પ્રેમ ધારણ કરવાથી આવીને વળગે છે. માટે સશુરૂ કહે છે કે, સંસારિક સંગોમાં પ્રેમ ધારણ કરે નહિ. તેમાં જે આસકત બન્યા તે પરિણામે પરિતાપ અને પસ્તાવાનો અંત આવ શક્ય બનશે. સ્વાર્થે અંધ બનેલ સગાંવહાલાં પણ અજ્ઞાનતાના યે, જ્યારે સ્વાર્થ સધાતું નથી ત્યારે, માનવતાને ત્યાગ કરી, પ્રાયઃ દાનવતા ધારણ કરે છે. એટલે સાંસારિક વિષયમાં
For Private And Personal Use Only