________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાન છે. તેથી ચતુરતાની સાર્થકતા સધાતી નથી. અને હાંસીપાત્ર બનાય છે. તેથી ખુવારી થવી તે પણ શક્ય છે. ધમજનેની પ્રીતિ કે સબત કરવી તે સાધકતા છે. તે, બુદ્ધિને અર્પણ કરવા પૂર્વક, ભૂલેને સુધારી મોક્ષ માર્ગે ચઢાવે છે. કારણ કે તે નિસ્પૃહ છે. વસ્તુતઃ આત્મજ્ઞાની ગુરૂમહારાજ તથા સમ્યગ જ્ઞાની ધર્મોના મર્મને જાણનાર સિવાય, અન્યને ઉપર અને સંગ સંબંધે પ્રાપ્ત થએલા પદાર્થો ઉપર, પ્રીતિ કરવી તે ભવની પરંપરાને વધારી મુકનાર છે. ભવની પરંપરાનું મૂલ જે કઈ હોય તે, તે દુન્યવી વસ્તુઓમાં અત્યંત પ્રીતિને ધારણ કરવી તે છે. કારણ કે, જે જે વસ્તુઓ ઔદયિક ભાવે મળી છે તેને વિગ તેની સાથે જ રહે છે. અને તેઓને વિગ થતાં તેના ઉપર ઘણી પ્રીતિ હોવાથી શોકાદિ થવાના જ. અને તેથી ધર્મને પ્રેમ એ છે થશે. માટે શક, સંતાપ વિગેરેનું કારણ પણ પ્રેમ છે. શેક, સંતાપ તથા આધિ, વ્યાધિ અને વિડંબનાઓ, દુઃખદાયી લાગતી હોય તે, દુન્યવી સંગે મળેલી વસ્તુઓ ઉપરથી પ્રેમને અલ્પ કરી, આત્મિક વિકાસના સાધનમાં પ્રીતિને ધારણ કરે. કે જેથી, તે શક વિગેરે ઓછા થાય. અને ધાર્મિક કિયામાં અલ્પાશે મને વૃત્તિ ધારણ કર્યા પછી, કઈક સુખશાતા થાય. પરંતુ સંસારમાં આપણે જોઈએ છીએ કે, સગાંસંબંધીઓમાં, કેઈક પ્રેમવાળાને વિયેગ થતાં કે, મરણ પામતાં તે ઘરના માણસે હાયપીટ કરે છે. તથા
For Private And Personal Use Only