________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૯૩
દ્વેષ, મહાદિના ત્યાગ વડે સત્યશાંતિ પ્રાપ્ત કરી આનંદમાં ઝીલ્યા કરે છે. તેથી જ, ભલે, સંસાર દુઃખદાયક હોય તે પણ, તેને સુખદાયક, સુખ જનક માની સુખની પરંપરાને વધારી, મુક્તિને મેળવે છે. તેથી સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, અરે ભાગ્યશાલીએ ? આવી સાચી શાંતિને પ્રાપ્ત કરી મગરૂર બને. હું પણ તેથી મગરૂર બનેલ છું. જે આત્મા તરફ નજર રાખશે નહિ તે, સંસારમાં વિને, વિડંબનાઓનો ટેટ નથી. પુનઃ પુનઃ તેઓના ગે ખલના થશે. અરે ટીચાવાનું થશે. પછી આગળ વધી શકાશે નહિ. કોઈ પણ પ્રકારે મન, વચન અને કાયાના વિકારેને વશ કરી, સાચા સંયમની સારી રીતે આરાધના કરી, મેહાદિકના ફંદામાં વશ બનેલા આત્માને મુક્ત કરે. તે ભુક્તિ, યુક્તિ કરેલી સફલવતી બનશે. અને આનંદની ઉર્મીઓ ઉભરાશે. સુખશાંતિની અભિલાષા છે ને ? જે અભિલાષા હોય તે, દુન્યવી રંગરાગમાં જે પ્રેમ છે તેને ત્યાગ કરી, તે પ્રેમને આત્માના ગુણોમાં બરાબર ધારણ કરે. તેથી કર્મોનું જોર ચાલશે નહિ. પિતાની મેળે તે કર્મો ખસવા માંડશે.
અડતાલીશમા પદની રચના કરતાં, સદ્ગુરૂ, ગનિષ્ટ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, અરે ભાગ્યશાલીએ ? તમે પ્રીતિને ક્યાં ધારણ કરશે ? સંસારના સ્વજન વર્ગમાં પ્રીતિને ધારણ કરશે તે, સત્યલાભ, સત્યશાંતિ પ્રાપ્ત થવી અશક્ય છે. ૩૮
For Private And Personal Use Only