________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૨
હશે તેટલી જ થશે. રૂપા સોનાની સરખી તેની કિંમત થશે નહિ. માટે આ કદાગ્રહ, એકાંતને ત્યાગ કરી ઘણા કિંમતી રૂપાને ભર. પણ આ કદાગ્રહી શેનો માને ? તે માનતું ન હોવાથી તેને કહેવાનું મૂકી દઈને બધા આગળ ચાલ્યા. વળી સેનાની ખાણ દેખે. એટલે રૂપાને ત્યાગ કરવા પૂર્વક સુવર્ણ ભર્યું. પિલા કદાગ્રહીને કહ્યું કે, આ સેનાની ખાણમાંથી લોઢાનો ત્યાગ કરીને તેનાથી ગાડાને ભરપુર કર. છતાં તેણે માન્યું નહિ. વળી આગળ વધતાં રત્નોની ખાણું આવી. તેથી સોનાને દૂર કરી રત્નો લીધા. પેલાએ તે જે પડ્યું તે છેડાય કેમ! આમ એકાંતનો. આશ્રય કરી રને લીધા નહિં. અને લેહની કિંમત વધારે થશે આમ ધારણા રાખી ચારે વેપારી પિતાના વતનમાં આવ્યા. ત્રણ જણ તો રોના રાધારે સુખી થયા. પેલા. કદાગ્રહીની ધારણા સફલ ન થવાથી જીવનપર્યત દુઃખી થશે. આ મુજબ સંસારના વિષયના વિલા ખાતર, વિવિધ ભાષાઓ ભણે તથા શાસ્ત્રોનો અભ્યાસ કરી પંડિત, જ્ઞાની તરીકે પ્રસિદ્ધ થાય તે પણ, સમ્યગજ્ઞાન પામે નહિ. વાદવિવાદ કરતા રાગ, દેવ મહાદિને વધારી દુર્ગતિના મહેમાન બને, તેમાં આશ્ચર્ય શું! માટે જગતના સર્વ પદાર્થોનું જ્ઞાન મેળવી, આત્મજ્ઞાનને પણ પ્રાપ્ત કરવું જોઈએ. આમ ગુરૂમહારાજ ફરમાવે છે કે, આત્મજ્ઞાનના અનુભવથી સંસારથી પાર ઉતરાશે. ભવભવની વિડંબના ટળી. જશે. સમ્યગાનના ગે વિષયકષાયના વિચારો અને વિકારો
For Private And Personal Use Only