________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૩
શ્રદ્ધા થવાની. અને શ્રદ્ધાના ગે આત્મજ્ઞાનાદિમાં પ્રેમ જાગવાને. પ્રેમની દ્રઢતાથી જે તૃપ્તિ થશે તે સત્ય તૃપ્તિ છે. માટે આળપંપાલનો ત્યાગ કરી જ્ઞાનામૃત પીઓ. આ મુજબ સમ્યજ્ઞાની અન્તરાત્મા, પુનઃ પુનઃ ભાખે છે, ઉપદેશ આપી પોતાની ફરજ બજાવે છે કે, જે કઈ પરભાવ, વિભાવ દશાને ત્યાગ કરી, દેને નિવારી આત્મધ્યાનમાં આસક્ત બને છે તે જ મહાભાગ્યશાલી ઘટ અતરમાં સાચા સુખને ચાખે છે. અને અનુપમ, અનન્ય. તૃપ્તિને અનુભવ કરે છે. પુદ્ગલેની તૃપ્તિથી આત્મતૃપ્તિ કદાપિ થતી નથી. પણ શરીરાદિકની થાય છે. આત્મધ્યાનાદિકથી આત્માને તૃપ્તિ થાય છે. માટે આત્મિક તૃપ્તિ માટે પણ પ્રયાસ કરવાની જરૂર છે જ. સ્વપ્ન સરખી સાંસારિક તૃપ્તિમાં મુઝાએ નહિ. પરંતુ ભ્રાન્તિ નિવાર્યા. સિવાય આત્મિક અનુભવની તૃપ્તિને ચાખશો નહિ. અને બ્રમણામાં દુધ, સાકર, મધુ વિગેરેની મીઠાશમાં આસક્ત બનશે તે કદાપિ તૃપ્તિ થશે નહિ. કહે? અત્યાર સુધી મધુરા રસમાં આસક્ત બન્યા તેથી કેટલી તૃપ્તિ થઈt કહેવું પડશે કે, તે તૃપ્તિ અધુરી જ રહી. હવે સાચી આશા, તૃષ્ણાને પ્રાપ્ત કરવી હોય તે, આ અવસર અત્યત્તમ છે. તેની આશાએ અને તૃષ્ણાએ ગામેગામ પરિભ્રમણ કર્યું, ધન, દેલત વિગેરે સાધન સામગ્રી મેળવી. આવક વધારવા મોટી ચાલી, મકાનો બંધાવ્યા. કારખાના, મીલે તૈયાર કરાવી. તથા વિવિધ ધંધા કર્યા. અને તે દ્વારા
For Private And Personal Use Only