________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૨
સમાન છે તેનું પાન કરે. તેથી જ પરંપરિણતિને નિવારવા સમર્થ બનશે. સ્નેહરાગ, કામરાગ અને દૃષ્ટિરાગથી પર પદાર્થોમાં અનંતકાળથી રાચામાચી રહ્યા. અએવ સ્વતત્ત્વ ઉપર પ્રેમ જાગે નહી. તે કેવી રીતે? તે કહેવાય છે. સાંભળે? માતપિતા પુત્રાદિક વિગેરેના સ્નેહરાગથી તેમજ પત્નીના કામરાગથી તેમજ એકાંતે અન્ય ધર્મના દષ્ટિરાગથી સમ્યજ્ઞાનરૂપી અમૃતનું પાન કરી શકાયું નહિ. તેથી આત્માને મૂલ સ્વભાવ કે છે તેના પ્રત્યે આદરભાવ જાગ્યો નહિ. તેથી આત્મધર્મ અને તેના સાઘને તરફ નજર પડી નહિ. અને એકાંતમાં જ ફસાઈ પડ્યા. માટે સમ્યગૂજ્ઞાનપૂર્વક શુદ્ધ આત્મરમણનું અમૃત સમાન જે ભજન છે તેનાથી સત્ય તૃપ્તિ થવાની અને થશે. પરંતુ ક્ષણિક તૃપ્તિમાં આસક્ત બનશે નહિ ત્યારે, અને સમ્યજ્ઞાનામૃતનું પાન કરશે ત્યારે જ અનુક્રમે તે આત્મરમણતા અનંતસુખને આપનાર બનશે. અને શિવસુખ જે સત્ય છે. તેને કરનાર બનશે. પરંતુ તમે તે પપદ આવી પડેલી વિપત્તિઓ અને વિડંબનાઓ ટાળવા માટે મોટા પાપ કરે છે. તેમ જ તેને કપટ, પ્રપંચાદિક કરીને હઠાવવા પ્રયત્ન કરે છે. તેથી તે વિપત્તિ વિગેરે ખસતી નથી. ઉલ્ટી વધે છે. પણ તે વેળાએ બાબર સમજી તેણુએ, કયા કારણે આવી. તેનું રીતસર નિરીક્ષણ કરી તે તે કારણેને દૂર કરશે ત્યારે તે ખસવાની જ. અને આત્મજ્ઞાન, ધ્યાન દ્વારા સાચા સુખને પ્રાપ્ત કરવાની તમન્ના,
For Private And Personal Use Only