________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૭
અને ચારિત્રનું શક્ય પાલન કરવા પૂર્વક આત્માને નિર્મલ કરે. કાયારૂપી નૌકા, ભદરિયે તમે હંકારી છે. તે શા માટે ? તેની માલુમ તો હશે જ. શિવપુરીમાં અનંત સમૃદ્ધિને મેળવવા માટે. પણ, જે તે નૌકા ખરાબે ચઢી ગઈ તે, ભાગીને ભુક્કા થશે. અને સંસાર સાગરમાં પાટીઆ માટે ભટકવું પડશે. જે કઈ પણ આલંબન પ્રાપ્ત નહિ થાય તે ભાગ્ય પરવાર્યું એમ સમજજે. અને સઘળે પ્રયાસ ધૂલમાં મળશે. માટે અવસર પામી કાયારૂપી નૌકા દ્વારા ખરાબે ન ચઢતા સારા સારા આલંબન પામી શિવપુરીમાં જાઓ. સદ્દગુરૂ બુદ્ધિસાગરજી ફરમાવે છે કે, ઉમદા અવસર પામી આત્મજ્ઞાન, ધ્યાન કરવાનું ભૂલે નહિ. દેવ ગુરૂવર્યોનું આલંબન મેળવી તેને સફલ કરે. તેમના ગુણેને ગ્રહણ કરવાથી આપોઆપ તરશે. દેવ ગુરૂવર્યોનું આલંબન, સંસાર સાગરની પાર જવામાં મહાન નૌકા સમાન છે. પછી સાધ્ય તમારે પિતે મેળવવાનું છે. સાધનો, સહકાર આપવા સમર્થ છે. પછી તમારી શક્તિ હોય તે મુજબ ઈષ્ટ સ્થલે પહોંચાય. જે બરોબર બલ ફેરવાય નહિ તે ઈષ્ટ સ્થળે પહોંચતા વિલંબ થાય. તેમાં આશ્ચર્ય નથી. માટે ઈષ્ટ સ્થલે કહેતાં, કેવલ્યજ્ઞાન પામી. સિદ્ધ થવું હોય, અને સર્વદા, સર્વથા અનંત સુખને. અનુભવ લે હોય તે, દેવ, ગુરૂનું આલંબન મેળવી. આળસ કરે નહિ. કેટલાક આલંબન ગ્રહણ કરીને પ્રમાદ, આળસ, વિતંડાવાદ કરે તે પાછા વળે. એટલે ઈષ્ટ સ્થલે
For Private And Personal Use Only