________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૦
ધના કરે. શેઠે કહ્યું. ભાવના પૂરેપૂરી છે. પણ જે કલંક છે. તે ઉતર્યા પછી તરત દીક્ષા લઈ શકીશ. આ મુજબ સાંભળી દેવીએ શેઠને વિમાનમાં બેસારી ચંપાનગરીમાં તેના ઘેર લાવી મૂક્યા. અને રાજાને સત્ય બને જણાવી કલંક ઉતાર્યું. પસ્તાવો કરી રાજાએ માફી માગી. મંત્રીને દેશપાર કર્યો. શેઠે દેવીના ગયા પછી દીક્ષા લીધી. અને આત્મકલ્યાણ સાધ્યું. કહે હવે જે આત્મહિત સાધ્યું ન હત તે, અને સંસારમાં આળસથી પડી રહ્યા હતા તે, ભટકવાનું, ચીકણાં કર્મો બાંધી ભભવ ટીચાવાનું થાત. માટે સદ્દગુરૂ સમજાવે છે કે સંસારના સુખમાં આસક્ત બને નહિ. અને આત્મહિત સધાય તે માટે શક્ય તેટલી સંયમની આરાધના કરે. સદૂગુરૂ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી હવે પિતાના અનુભવની વાત કહે છે કે, સંયમની રીતસર આરાધના કરવા પૂર્વક શા ભણીને હૈયામાં વિચારી સાર કર્યો કે, સર્વ કિયાએ આત્માને ઓળખી તેને વિકાસ કરવા માટે જ છે. અને સર્વથા, સર્વદા અને સર્વત્ર ઘાતી અને અઘાતી કર્મોને દૂર કરી આજ આત્મા નિરાકારી બનેલ છે અને તેથી અનંત સુખકારી બને છે. એવો આત્મા તું પિતે જ છે. માટે એક ઘડી પણ પ્રમાદ, કરવો નહિ. તમે પણ સંયમની રૂડી રીતે આરાધના કરવા પૂર્વક શાસ્ત્રોને સાંભળી તેનું રહસ્ય હૈયામાં ધારણ કરીને આત્માને ઓળખી તેને વિકાસ સાધશે તે આત્માને નિરાકાર, અનંતસુખના સ્વામી બનાવશે. માટે પ્રમાદ કરે
For Private And Personal Use Only