________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૯
ઉત્પન્ન થયેલ વ્યાધિ પણ ખસશે નહિ. માટે હું દીક્ષા ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધી લઉં. આ મુજબ વિચાર કરી પતિની આજ્ઞા માગી દીક્ષા ગ્રહણ કરી. સારી રીતે ચારિત્ર, સંયમની આરાધના કરી દેવો કે દેવી તરીકે ઉત્પન્ન થઈ. શેઠ પણ આમ તે ગુણ હતા. તેથી તે સ્ત્રીને રાગ ખસવાથી અનુક્રમે નિરોગી બન્યા. અને વિચાર, વિવેક લાવી આત્મહિત કરવામાં તત્પર બન્યા. તેઓ પુનઃ પુનઃ ભાવના ભાવે છે કે, પુણ્યદયે રક્ષણ થયું. ચશિ અને મંત્રીનું કાંઈ પણ ચાલ્યું નહિ. વળી રાજકન્યામાં ફસાવાનું થયું. શરીર વ્યાધિગ્રસ્ત બન્યું. સારૂ થયું કે, તેણીએ દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું. વ્યાધિથી મરણ પામેલ હોત તે સ્વહિત સાધી શકાત નહિ. માટે હું પણ દીક્ષા ગ્રહણ કરવાપૂર્વક સંયમની સારી રીતે આરાધના કરી, પ્રાપ્ત થએલ સાધન સામગ્રીની સફલતા કરૂં. અન્યથા પુનઃ બીજી વિડંબના આવી ઉપસ્થિત થશે. સંસારમાં જુદા જુદા પ્રકારે વિને, વિડંબના, વિપત્તિને આવવાને વિલંબ થત નથી. પરંતુ ચપેશ તથા ધર્મઘોષનું મારા ઉપર શંકા દ્વારા જે કલંક આવેલ છે. તે ખસે તે જલ્દી દીક્ષા લઈને સંયમની સારી રીતે આરાધના કરૂં. આ મુજબ ભાવના ભાવે છે. તેવામાં પિતાના પતિના રાગથી દેવી બનેલી રાજકન્યા શેઠ પાસે આવીને કહેવા લાગી કે, તમે આજ્ઞા આપી. મેં રૂડી રીતે સંયમની આરાધના કરી, દેવલેકે દેવી તરીકે થઈ છું. માટે હવે સર્વથા રાગને ત્યાગ કરી સંયમની રૂડી રીતે આરા
For Private And Personal Use Only