________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૮
માની, વિવેકપૂર્વક સમજો કે, આ શેઠના કેઈ વિધીએ કપટ ભલે પત્ર લખી, રાજાને ભ્રમણામાં નાખી, તે ચપેશદ્વારા મારી નખાવવા ઘાટ ઘડેલે લાગે છે. માટે સારૂ થયું કે, વાતચિત કરવા પૂર્વક તલસ્પર્શી વિચાર કર્યો. નહિતર આ નિર્દોષ શેઠ માર્યા જાત, ગુણાનુરાગી રાજાએ ગુણવાન શેઠને પિતાની કન્યા પરણાવી મોટે મહેલ અર્પણ કરી પોતાના રાજ્યમાં રાખ્યા. આ મુજબ સંસારમાં ફક્ત શંકા આવતાં સત્તાના ઘેનમાં બીજાનું કાસળ કઢાવા વિલંબ થતું નથી. તમે સારી રીતે પ્રમાણિક બનશે તે પણ આવી આવી વિડંબના તે આવવાની જ. એક પ્રકારે કે, બીજા પ્રકારે. જ્યાં સુધી માયામમતા રહેલી છે. ત્યાં સુધી તે તે વળગવાની જ. પરંતુ તે પુણ્યયોગે નાશ પામશે. માટે પુણ્યાનુબંધી પુણ્યની જરૂર છે જ. કારણ કે અદ્યાપિ આત્માએ આઠમા ગુણસ્થાને આરૂઢ થઈને શ્રેણી માંડી નથી. માટે સારા અને અનુકુલ સાધને મળ્યા હોય તે ધાર્મિક કાર્યો કરવામાં આળસ કરવી નહિ. સંસારના સગમાં અતિ આસક્તિ રાખવાથી જ શરીર પણ વ્યાધિગ્રસ્ત બને છે. માટે સમ્યગૂજ્ઞાન મેળવી અનાસક્ત રહેવું. હવે સુજાતશેઠ રાજકન્યા પરણ્યા પછી તેમાં અત્યંત રાગી અન્યા. તેથી તેમના શરીરે વ્યાધિ હાજર થઈ ત્યારે સમજણ રાજપુત્રીએ વિચાર કર્યો. કે મારા રાગથી અને વિષયાસક્તિથી પતિદેવ વ્યાધિગ્રસ્ત બન્યા છે. જ્યાં સુધી તેમની પાસે રહીશ ત્યાંસુધી વિષયાશક્તિ ટળશે નહિ. અને તે દ્વારા
For Private And Personal Use Only