________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૨
તેઓનાથી આત્મા બ્રમણામાં પડયો. અસહ્ય પીડાઓ વેઠવી પડી. તેથી અન્તરાત્માના લહાવાને લેવાને સુઅવસર પ્રાપ્ત થયે નહિ. તેથી જ સગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કરૂણ લાવી કહે છે કે, મનુષ્યભવને સુઅવસર મળ્યો છે. માટે તે વખતને પામી દુન્યવી તમાસામાં મુગ્ધ બનતા નહિ. અને આત્મા ઉપર દઢ વિશ્વાસ રાખી તેને નિર્મલ કરવા માટે સઘળી શક્તિ, બુદ્ધિને વાપરે. જે જે! દુનિયાદારીમાં ફસાતા નહિ. દુન્યવી પદાર્થોએ ક્યા માણસોને સત્ય તમાસા દેખાડ્યા છે. તે કહે ! જે દેખાડ્યા છે. તેમાં રાગ, દ્વેષ, મોહના બંધને વડે જે બંધાય તેવા જ દેખાડ્યા છે. કેટલાક તે તમાસાને દેખી હસે છે. કોઈ રડે છે. કેઈ પુનઃ પિકા પાડે છે. આવા તમાસાઓને દેખવાથી તે સર્વસ્વ ગુમાવ્યું છે. માટે આત્મા ઉપર પ્રેમ ધારણ કરવા પૂર્વક દઢ વિશ્વાસ રાખે. તેથી સર્વસ્વનું રક્ષણ અને વર્ધન થશે. પછી તમાસાને જોવાની માનસિક વૃત્તિ જાગશે નહિ. આત્માના તમાસામાં તે વિલય પામશે. આ મુજબ ફરમાવી સગુરૂ સ્વયં અનુભવેલ, પિતાની વાત કહે છે. અને ૪૪મા પદના કાવ્યદ્વારા, જનસમુદાયને દર્શાવે છે.
(રાગ–મરાઠી–સાખી) જોઈ જોઈને જોઈ મેં લીધુ, મનડું નિશ્ચય કીધું, દુનિયામાં સ્વારથનું સગપણ, કારજ કાંઈ ન સિધ્યું;
For Private And Personal Use Only