________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૧
માર ખાવો પડતો નથી. અને પ્રાયઃ પાપના બારણું બંધ કરીને સ્વપર કલ્યાણ સાધવા સમર્થ બને છે. માટે અરે મહાનુભાવો! તમારા દેહદેવલમાં વસેલા આત્માને, પરમાત્મા બનાવે. જ્યારે આશ્રવના બારણું બંધ કરશે ત્યારે જ અન્તરાત્મા બનવાની ગ્યતા પ્રાપ્ત થશે. અન્તરાત્મા બન્યા પછી પરમાત્માના પગથીએ ચઢતાં વાર લાગશે નહિ. આત્માને અન્તરાત્મા બનાવવા પૂર્વક, પરમાત્મામાં પ્રીતિ ધારણ કરવી તે સત્યપ્રેમ કહેવાય છે. તે સિવાયની પ્રીતિ, નશ્વર, ક્ષણભંગુર છે. માટે આત્મા જ, પરમાત્મા બનતો હોવાથી તેના સરખી ત્રણ જગતમાં કઈ પણ વસ્તુ છે જ નહિ. માટે તે આત્મિક ગુણેમાં રાચીમાચી રહે. અને અન્તરાત્મા બની પરમાત્મ સ્વરૂપને પામે. મેક્ષ માર્ગે ગમન કર્યા વિના આત્મા કદાપિ અન્તરાત્મા બનતું નથી. અને અન્તરાત્મા બન્યા પછી અનુક્રમે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યાય જ્ઞાન અને કૈવલ્ય જ્ઞાનના અજબ આશ્ચર્ય ઉપજાવે તેવા તમાસા દેખવામાં આવે છે. કેઈ વેલાયે સત્યસ્વરૂપે ન દેખેલી વસ્તુઓ સાક્ષાત દેખવામાં અને જાણવામાં આવે છે. પછી દુન્યવી તમાસા, નાટક, ચેટક, સિનેમાદિ જોવાનું મન થતું નથી. કારણ કે, તેથી આત્મધર્મ દેખવાનો ને જાણવાને છે. માટે અરે ભાગ્યશાળી ! દુન્યવી પદાર્થોને તમાસા વિગેરેને ત્યાગ કરી આત્મા ઉપર વિશ્વાસ ધારણ કરે. દુન્યવી તમાસા, નાટક, ચેટક વિગેરે ઘણા માનવીઓએ ભવોભવ પુનઃ પુનઃ દેખ્યા. પણ
For Private And Personal Use Only