________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૦
તે તેમને લાગ મળતાં અંદર પ્રવેશ કરીને ઘણું નુકશાન કરે છે. અને કરેલી રસોઈ વિગેરેની ખરાબી કરે છે. કારણ કે, તેને માલિક અન્ય રામા, રમા, અને આરામાદિકમાં ભટકતે હોય છે. તેથી નુકશાન કરનાર, ખરાબી કરનાર તેઓને મજા પડે છે. તે પ્રમાણે ચક્ષુના તથા કાનના બારણાને ઉઘાડા રાખવામાં આવે તે વિષયકષાયના વિકારોને આવવાને લાગ ફાવે છે. તે વિકારે તે એવા છે કે, કુતરા, કબુતરાદિક કરતાં અધિક ખરાબી કરી જીવનને ભ્રષ્ટ કરી અનંતભવના જન્મ, જરા અને મરણના આધિ, વ્યાધિ અને વિડંબનામાં ફસાવી શારીરિક, માનસિક અને આત્મિક શક્તિને હરી લે છે. આ કાંઈ ઓછી ખરાબી કહેવાય નહિ. માટે રમા, રામાના આરામમાં આસક્ત બનશે તે દુખીયારા બનશે. સુખની આશાને બદલે નિરાશાને પ્રગટ ભાવ થશે. અને પછી ઘણા મલિન બનવાથી વસ્ત્રોની માફક ધકાને માર ખાવે પડશે. તમને અનુભવ છે કે, ચીકાશથી ઘણું મેલાં થએલ વસ્ત્રો પાણી વડે સાફ થતાં નથી. તેને માટે ઉષ્ણ જલ, ખાર, અને માર પુનઃ પુનઃ પડે ત્યારે જ સાફ થાય છે. આ મુજબ ધકાને માર ખાવો પડે નહિ. તેથી સદ્દગુરૂની. વાણુરૂપી પાણીથી શુદ્ધ બનવા માટે પ્રથમથી પ્રયાસ કરવાની જરૂર છે. જેથી આ માર ખાવાને અવસર પ્રાપ્ત થાય તે પહેલા ચેતવાની અગત્યતા છે. પ્રથમથી જે ભાગ્યશાલી ચેત્યા છે. તેઓને વિષયકષાયના વિકારોને
For Private And Personal Use Only